કેનેડાના PM ટ્રુડોની વિદાય આગામી ચૂંટણીમાં નિશ્ચિતઃ મસ્ક

નવી દિલ્હીઃ ટેસ્લાના CEO અને અબજોપતિ એલન મસ્કે કેનેડાના PM જસ્ટિન ટ્રુડોની રાજકીય કેરિયર પર મોટો કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું હતું કે જસ્ટિન ટ્રુડો આગામી ચૂંટણીમાં કેનેડાના વડા પ્રધાન તરીકેનું તેમનું પદ ગુમાવશે.

સોશિયલ મિડિયા વેબસાઇટ X પર એક વ્યક્તિએ મસ્કથી મદદ માગતા કહ્યું હતું કે તે ટ્રુડોથી પીછો છોડાવવામાં તેની મદદ કરે.

ટ્રુડો હાલ પિયરે પોઈલીવરની કન્ઝર્વેટિવ પાર્ટી અને જગમીત સિંહની ન્યુ ડેમોક્રેટિક પાર્ટીના ચૂંટણી પડકારોનો સામનો કરવાની તૈયારી કરી રહ્યા છે. ટ્રુડોની વર્તમાન લઘુમતી સરકારની સ્થિતિ તેમની સત્તા ગુમાવવાની શક્યતા વધારે છે.

આ  અગાઉ મસ્કે કેનેડિયન સરકારના મુક્ત વાણી પ્રત્યેના અભિગમની ટીકા કરી હતી, ખાસ કરીને સરકારી દેખરેખ માટે નોંધણી કરાવવા માટે ઓનલાઇન સ્ટ્રીમિંગ સેવાઓની આવશ્યકતા ધરાવતા નવા નિયમો અંગે તેમણે ટીકા કરી હતી.

2013થી લિબરલ પાર્ટીનું નેતૃત્વ કરી રહેલા ટ્રુડો માટે આ ચૂંટણી એક મોટો પડકાર હશે. ટ્રુડોની લિબરલ પાર્ટીને ઘણા મોટા પક્ષો તરફથી સ્પર્ધાનો સામનો કરવો પડશે, જેમાં પિયર પોઈલીવરેની આગેવાની હેઠળની કન્ઝર્વેટિવ પાર્ટી અને જગમિત સિંહની આગેવાનીવાળી ન્યુ ડેમોક્રેટિક પાર્ટીનો સમાવેશ થાય છે. બ્લોક ક્વિબેકોઈસ અને ગ્રીન પાર્ટીઓ પણ સીટો પર ચૂંટણી લડશે.

ટ્રુડો ચોથી ટર્મ મેળવવા ઇચ્છે છે, પણ તેઓ ઘણા અવરોધોનો સામનો કરી રહ્યા છે. કેનેડાના કોઈ પણ વડા પ્રધાન એક સદી કરતાં વધુ સમયમાં સતત ચાર વખત જીતી શક્યા નથી.