બ્રિટનના PM બોરિસ જોન્સનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ

લંડનઃ બ્રિટનનો રાજવી પરિવાર પણ કોરોનાની ઝપટમાં આવી ગયા પછી દેશને કોવિડ19ના ઇન્ફેક્શનથી બચાવવાના પ્રયાસોમાં બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સનનો કોરોના વાઇરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે પોતે પોતાને કોરોનો થયો હોવાની ટ્વીટ કરીને માહિતી આપી હતી. જોકે તેઓ આ આફત સામે લડવા માટે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સરકારનું નેતૃત્વ કરતા રહેશે બ્રિટનમાં અત્યાર સુધી 12,000 લોકો કોરોનાની ઝપટમાં આવી ચૂક્યા છે, જેમાં 578 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.  

ચીફ મેડિકલ ઓફિસરની સલાહ પર PMએ ટેસ્ટ કરાવ્યો

પ્રાપ્ત માહિતી અનુસાર વડા પ્રધાન બોરિસ જોન્સનમાં કોરોના ઇન્ફેક્સનનાં લક્ષણો જોવા મળ્યા હતાં, જેથી હાલ તેઓ ડાઉનિંગ સ્ટ્રીટમાં સેલ્ફ આઇસોલેશનમાં છે. ઇંગ્લેન્ડના ચીફ મેડિકલ ઓફિસર પ્રોફેસર ક્રિસ વિટીની સલાહ પર તેમણે કોરોના વાઇરસનો ટેસ્ટ કરાવ્યો હતો, જે ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ પહેલાં પ્રિન્સ ઓફ વેલ્સના 71 વર્ષીય પ્રિન્સ ચાર્લ્સનો ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જોકે હાલ તેમની સારવાર ચાલી રહી છે.

જોકે વડા પ્રધાન બોરિસ જોન્સન તેમની  પત્ની કામિલા, ડચેસ ઓફ કોર્નવોલની સાથે હતા, જેમનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. ક્લેરન્સ ઓફ હાઉસના એક પ્રવક્તાએ કહ્યું હતું કે સરકાર અને ડોક્ટરોની સલાહ અનુસાર તેમણે સ્કોટલેન્ડના ઘરમાં પોતાને આઇસોલેટ કકરી લીધા હતા.

બંકિગહેમ પેલેસે જણાવ્યું હતું કે બ્રિટનની મહારાણી એલ્ઝાબેથે બોરિસ જોન્સને 11 માર્ચે મુલાકાત કરી હતી. જેથી મહારાણી એલિઝાબેથ પોતાના આરોગ્યને લઈને સતર્ક થઈ રહ્યા છે અને જરૂરી પગલાં ભરી રહ્યાં છે.

ચીનના વુહાન શહેર કોરોનાનું ઉદગમ સ્થાન

કોરોના વાઇરસનું ઉદઘમ સ્થાન ચીનનું વુહાન શહેર છે. આ રોગચાળાએ વિશ્વ આખાને જકડી લીધો છે. વિશ્વભરમાં  કોરોના વાઇરસના પાંચ લાખથી વધુ લોકો આ રોગચાળાની અસર હેઠળ આવી ચૂક્યા છે, જેમાં 20,000થી વધુ લોકોનાં મોત થયાં હતાં.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]