ભારત તરફથી બાંગ્લાદેશને 20-લાખ ‘કોવિશીલ્ડ’ ડોઝની ગિફ્ટ

ઢાકાઃ બાંગ્લાદેશના આરોગ્ય પ્રધાન ઝાહિદ મલેકે કહ્યું છે કે એમના દેશને આવતી કાલે બુધવારે ભારત તરફથી ભેટસ્વરૂપે એસ્ટ્રાઝેનેકા કોવિડ-19 રસી (કોવિશીલ્ડ)ના 20 લાખ ડોઝ મળશે.

ભારત સરકારે બાંગ્લાદેશ સરકારને પત્ર લખીને કહ્યું છે કે, એર ઈન્ડિયાનું વિશેષ વિમાન આ રસી ભરેલા કન્સાઈનમેન્ટ સાથે બુધવારે ઢાકા એરપોર્ટ ખાતે લેન્ડ કરશે. એ પછી બાંગ્લાદેશમાં એક અઠવાડિયામાં રસીકરણ પ્રક્રિયા શરૂ કરાશે. એ માટે દેશભરમાં 300 કેન્દ્રો ખોલવામાં આવશે. બાંગ્લાદેશમાં કોરોના વાઈરસના કુલ 5,29,031 કેસો નોંધાયા છે. આ રોગથી મરણાંક 7,942 છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]