ઓસ્ટ્રેલિયાની પોલીસે સિડનીમાં ભારતીય નાગરિકને ઠાર કર્યો

મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાની પોલીસે સિડનીમાં એક ભારતીયની ગોળી મારીને ઠાર કર્યો હતો. તે વ્યક્તિએ રેલવે સ્ટેશન પર કથિત રીતે એક સફાઈ કર્મચારીને ચાકુ માર્યું હતું અને કાયદાના અધિકારીઓને ધમકી પણ આપી હતી. તામિલનાડુના રહેવાસી મોહમ્મદ રહમતુલ્લા સૈયદ અહમદની ઓળખ સિડનીમાં ભારતની એમ્બેસીએ એ વ્યક્તિના રૂપમાં કરી હતી, જેને પોલીસે ગોળી મારી ઠાર કર્યો હતો, એમ મિડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

સિડની મોર્નિંગ હેરાલ્ડ ન્યૂઝપેપરે પોલીસ અધિકારીઓના હવાલાથી જણાવ્યું હતું કે અહમદે ઓબર્ન પોલીસ સ્ટેશન પહોંચ્યા પહેલાં મંગળવારે સિડનીના ઓબર્ન સ્ટેશન પર 28 વર્ષીય સફાઈ કર્મચારી પર હુમલો કર્યો હતો.

અહેવાલ મુજબ બે પોલીસ અધિકારીઓ સ્ટેશનથી નીકળી રહ્યા હતા, ત્યારે અહેમદે તેમના પર હુમલો કરવાના પ્રયાસ કર્યા હતા. એક પોલીસ અધિકારીએ ત્રણ ગોળી ચલાવી હતી, જેમાં બે ગોળી અહમદની છાતીમાં વાગી હતી. એક પ્રોબેશનરી કોન્સ્ટેબલે તેના પર ટેઝનો પણ ઉપયોગ કર્યો હતો. પેરા મેડિક્સ દ્વારા તરત અહેમદની સારવાર કરવામાં આવી હતી અને તેને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પણ તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો.

અહેવાલ મુજબ પોલીસ અધિકારીઓ એ વાતની તપાસ કરી રહ્યા છે કે શું માનસિક આરોગ્યએ અહેમદે ક્લીનરને ચાકુ માર્યું અને પોલીસ અધિકારીઓને ધમકાવવામાં કોઈ ભૂમિકા ભજવી હતી. અહેમદની પોલીસની સાથે પાંચ વાર વાતચીત થઈ હતી, જેમાં બધા બિનઅપરાધિક અને કોવિડ-19થી સંબંધિત હતી. તે બ્રિજિંગ વીસા પર ઓસ્ટ્રેલિયામાં રહી રહ્યો હતો.