ટોક્યોમાં ટ્રેનમાં શખસે ચાકુથી 17 લોકોને ઘાયલ કર્યા

ટોક્યોઃ જાપાનમાં રવિવારે એક ટ્રેનમાં જોકરના પોશાક પહરીને આવેલા શખસે ચાકુથી હુમલો કરીને 17 લોકોને ઘાયલ કરી દીધા હતા. આટલું જ નહીં, તેણે ત્યાં પણ લગાડી દીધી હતી. જેથી ત્યાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકોએ જીવ બચાવવા માટે દોડાદોડી કરી મૂકી હતી. કેટલાક લોકો ટ્રેનની બારીમાંથી કૂદી ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે 24 વર્ષીય હુમલાખોરની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ હુમલો સાંજે થયો હતો, જ્યારે મોટી સંખ્યામાં લોકો હેલોવિન ફેસ્ટિવલમાં સામેલ થવા જઈ રહ્યા હતા. આ દુર્ઘટનામાં 60 વર્ષીય વ્યક્તિની હાલત ગંભીર છે.આ હુમલાખોરની કહેવું છે કે તેણે એવું એટલા માટે કર્યું, જેથી તેને મોતની સજા મળી શકે. ત્યાં પ્રત્યક્ષદર્શીએ કહ્યું હતું કે કોકુરયા સ્ટેશનથી ટ્રેન ઊપડવાની હતી અને દરવાજા બંધ થઈ ગયા હતા, ત્યારે લોકોની ચીસો પાડવાની અવાજ સંભળવવા માંડી અને કેટલાક લોકો ઘાયલ થઈને ભાગી રહ્યા હતા. થોડી વાર પછી ડબ્બામાં આગ લાગી ગઈ હતી.

આ હુમલાખોરે ટ્રેનમાં ચારે બાજુ હાઇડ્રોક્લોરિક એસિડ નાખ્યો હતો. ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા એક વિડિયોમાં લોકો એક સ્ટેશન કિયો લાઇન- ટ્રેનમાં બચવા માટે બારી પર ચઢતા દેખાયા હતા. દેશમાં સામાન્ય ચૂંટણીમાં મતદાન પૂરું થયા પછી રાત્રે આઠ કલાકની આસપાસ આ ઘટના બની હતી. આ ઘટના પછી રેલવેના અધિકારીઓ તરત પહોંચી નહોતા શક્યા.

આ પહેલાં ટોક્યો ઓલિમ્પિકના સમાપન સમારોહના એક દિવસ પહેલાં 36 વર્ષીય વ્યક્તિને ટ્રેનમાં 10 યાત્રીઓને ચાકુ માર્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે તે ખુશ દેખાતી મહિલાઓ પર હુમલા કરવા ઇચ્છતો હતો.