વેનેઝુએલા- વેનેઝુએલાની ઉત્તરમાં આવેલા વૈલેન્સિયાની જેલમાં કેદીઓ વચ્ચે ફાટી નિકળેલા રમખાણો બાદ આગ લગાવવા ઘટના બની હતી. આ ઘટનામાં 68 લોકોના મોત થયાના સમાચાર છે. આ માહિતી વૈલેન્સિયાની એટોર્ની જનરલે આપી હતી.આ ઘટના અંગે જાણકારી એ સમયે સામ આવી જ્યારે દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો જેલ બહાર ભેગા થયા હતા. મળતી માહિતી મુજબ જેલમાં કેદીઓ વચ્ચે રમખાણ સર્જાયું હતું. જેને કાબૂમાં લેવા પોલીસને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી.
એટોર્ની જનરલના જણાવ્યા મુજબ ઘટના અંગે તપાસ કરવામાં આવી રહી છે. વધુમાં એટોર્ની જનરલે કહ્યું કે, જેલની ક્ષમતા 60 કેદીઓની હતી. પરંતુ અહીં ક્ષમતા કરતાં વધુ કેદીઓ રાખવામાં આવતા હતા. સૂત્રોનું માનીએ તો, આ જેલના કેદીઓ પાસે ડ્રગ્સ, મશીનગન સહિત અન્ય હથિયારો પણ મળી આવ્યાં હતાં. ફોરેન્સિક ટીમ ઘટના અંગે વધુ તપાસ કરી રહી છે.