કેનેડાના સાસ્કાચેવાનમાં ચાકુથી 10ની હત્યા, 15 ઘાયલ

ઓટાવાઃ કેનેડાના સાસ્કાચેવાન પ્રાંતમાં રવિવારે રાત્રે બે જૂથો વચ્ચે ચાકુથી કરવામાં આવેલા હુમલામાં કમસે કમ 10 લોકોનાં મોત થયાં હતાં અને 15 જણ ઘાયલ થયા છે. સાસ્કાચેવાન રોયલ કેનેડિયન માઉન્ટેન પોલીસે ખતરનાક વ્યક્તિઓને લઈને એક અલર્ટ જારી કર્યું છે, કેમ કે સંદિગ્ધો હજી પણ ફરાર છે. જેમ્સ સ્મિથ ક્રી નેશન અને વેલ્ડનમાં કેટલાય લોકોને ચાકુ મારવાની ઘટના બન્યા પછી મેલફોર્ટ RCMP (રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ)એ એક પ્રાંતમાં વ્યાપી ખતરનાક વ્યક્તિને લઈને અલર્ટ જારી કર્યું હતું.

RCMPએ જણાવ્યું હતું કે ડેમિયન સેન્ડર્સન અને માઇલ્સ સેન્ડરસનના રૂપમાં બે સંદિગ્ધોની ઓળખ કરવામાં આવી છે. આ બે વ્યક્તિઓ આર્કોલા એવન્યુ ક્ષેત્રમાં જોવામાં આવી હતી. RCMPએ કહ્યું હતું કે અમે મેનિટોબા અને અલ્બર્ટા સુધી અલર્ટ વધારવા માટે નિર્દેશ આપ્યા છે.

કેનેકાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સાસ્કેચેવાનની ઘટના ભયાનક અને હ્દય હચમચાવનારી ગણાવી છે. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે સાસ્કાચેવાનમાં થયેલા હુમલો ભયંકર અને કાળજુ કંપવાનારો છે. હું એ લોકો વિશે વિચારી રહ્યો છું, જેમણે આ હુમલામાં પોતાના સ્વજન ગુમાવ્યા છે અથવા ઘાયલ થયા છે.

પોલીસે રેજિના નિવાસીઓથી સાવધાની વર્તવા અને આશ્રય લેવા પર વિચાર કરવા માટે કહી રહી છે. RCMPએ કહ્યું હતું કે રહેવાસીઓએ અન્યોને પોતાનાં ઘરોમાં આવવાની અનુમતિ આપવા માટે સાવધાન રહેવું જોઈએ અને સુરક્ષિત સ્થાન ના છોડવું જોઈએ. સાસ્કાચેવાન RCMPએ એક વારે કહ્યું હતું કે કેટલાંય સ્થળો પર કેટલાય પીડિત છે અને એનું પ્રતીત થાય છે કે પીડિતો પર રેન્ડમ હુમલા કરવામાં આવી રહ્યા છે.