આજે દેશભરમાં 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે આ વર્ષે રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી વલસાડ ખાતે થઈ હતી. અહીં મુખ્યમંત્રીએ 77માં સ્વસંત્રતા દિવસે ધ્વજવંદન કર્યું હતું. મુખ્યમંત્રીએ આજે વલસાડ તાલુકાના ધમડાચી ગામે એપીએમસી માર્કેટના મેદાન પર ધ્વજવંદન કર્યું હતું. સાથે જ પોલીસ પરેડ, પોલીસ ફોર્સ નિદર્શન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
77માં સ્વાતંત્ર્ય દિવસના પર્વ નિમિત્તે વલસાડ જિલ્લાના ધમડાચી ખાતે રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત ધ્વજવંદન. https://t.co/JTlXWxek3m
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 15, 2023
આ પહેલા મુખ્યમંત્રીએ સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, 77માં સ્વાતંત્ર્ય દિવસની સૌ નાગરિકોને શુભેચ્છાઓ..! આજના રાષ્ટ્રીય પર્વે માતૃભૂમિનું ગૌરવ વધારવા અને અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણમાં આપણું શ્રેષ્ઠ યોગદાન આપવા સંકલ્પબદ્ધ થઈએ.
77 માં સ્વાતંત્ર્ય પર્વની સૌ નાગરિકોને હાર્દિક શુભકામના.
ભારતમાતાની આઝાદી માટે જીવન ખપાવી દેનાર સૌ નામી-અનામી સ્વાતંત્ર્ય વીરોને આજના અવસરે કૃતજ્ઞતાસહ વંદન પાઠવું છું. સુખ, સુવિધા, સમૃદ્ધિથી યુક્ત નૂતન ભારતનું નિર્માણ કરીને આપણા દેશને વિકસિત રાષ્ટ્રોની હરોળમાં સર્વોચ્ચ સ્થાને… pic.twitter.com/FY9sPeZB0J
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 15, 2023
આ સાથે જ મુખ્યમંત્રીએ વલસાડને અંદાજે 138 કરોડના વિકાસ કામોની ભેટ આપી છે. જેમાં અંદાજે એકસો કરોડના કામોનું ઈ-ખાતમુહૂર્ત અને 37.80 કરોડના કામોનું ઈ-લોકાર્પણ કર્યું. જે અંતર્ગત આજે મુખ્યમંત્રીએ એકસો લોકો એક સાથે બેસીને વાંચી શકે તેવા 1 કરોડ 44 લાખના ખર્ચે તૈયાર થયેલ પુસ્તકાલય કમ રીડિંગ સેન્ટર સરકારી પુસ્તકાલયનું લોકાર્પણ કર્યું.