IND Vs WI 5th T20 : ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચોની T20 શ્રેણીની નિર્ણાયક મેચ ફ્લોરિડામાં રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. વેસ્ટ ઈન્ડિઝની ટીમ પ્રથમ બોલિંગ કરી રહી છે. જોકે, ટોસ સમયે વિન્ડીઝના કેપ્ટને કહ્યું કે તે પણ પહેલા બેટિંગ કરવા માંગે છે. પાંચ મેચોની આ શ્રેણી હાલમાં 2-2થી બરાબર છે. આવી સ્થિતિમાં આજની મેચ જે પણ ટીમ જીતશે, સીરીઝ તેના નામે થશે.

હેડ ટુ હેડ આંકડા

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 29 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ 19 મેચ જીતી છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝે માત્ર 9 મેચ જીતી છે. જોકે એક મેચનું પરિણામ આવ્યું ન હતું.


ભારતની પ્લેઈંગ ઈલેવન

યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ અને મુકેશ કુમાર.

વેસ્ટ ઈન્ડિઝે એક ફેરફાર કર્યો

બ્રાન્ડોન કિંગ, કાયલ મેયર્સ, શાઈ હોપ, નિકોલસ પૂરન (wk), રોવમેન પોવેલ (c), શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, રોસ્ટન ચેઝ, રોમારિયો શેફર્ડ, અકીલ હુસેન અને અલ્ઝારી જોસેફ.