IND vs WI: આજે જો ટીમ ઈન્ડિયા હારશે તો તૂટી જશે મોટો રેકોર્ડ!

આજે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રીજી T20 મેચ રમાશે. ભારતીય ટીમ 5 ટી20 શ્રેણીમાં 2-0થી પાછળ છે. વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ T20 મેચમાં ભારતને 4 રને હરાવ્યું હતું. જ્યારે ટીમ ઈન્ડિયાને બીજી T20 મેચમાં 2 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે આજે જો ટીમ ઈન્ડિયા હારી જશે તો સિરીઝ પણ ગુમાવી દેશે. આ રીતે ભારતીય ટીમની વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી જીતનો દોર તૂટી જશે. વેસ્ટ ઈન્ડિઝે છેલ્લે વર્ષ 2016માં ભારતીય ટીમ સામે ટી20 સિરીઝ જીતી હતી. તે પછી વેસ્ટ ઈન્ડિઝે ક્યારેય ભારત સામે ટી-20 સિરીઝ જીતી નથી. વર્ષ 2016માં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અમેરિકામાં 2 T20 મેચોની શ્રેણી રમાઈ હતી. તે શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતને 1-0થી હરાવ્યું હતું. પરંતુ આ પછી ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને સતત 5 T20 સીરીઝમાં હરાવ્યું. પરંતુ હવે કેરેબિયન ટીમ માટે પોતાનો રેકોર્ડ સુધારવાની તક છે.

શું ભારતીય ટીમ શ્રેણીમાં વાપસી કરી શકશે?

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 5 ટી-20 મેચોની સીરીઝની ત્રીજી મેચ આજે રમાશે. ગયાનાના મેદાન પર બંને ટીમો આમને-સામને થશે. ભારતીય સમય અનુસાર મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. જોકે, વેસ્ટ ઈન્ડિઝની ટીમ આ મેચ જીતીને 5 ટી20 શ્રેણીમાં નિર્ણાયક લીડ લેવા ઈચ્છશે. જ્યારે ભારતીય ટીમ શ્રેણીમાં વાપસી કરવાના ઈરાદા સાથે ઉતરશે. ભારતને શ્રેણીની પ્રથમ મેચમાં 4 રને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતને 2 વિકેટે હરાવ્યું હતું. હવે ક્રિકેટ ચાહકોની નજર ત્રીજી મેચ પર છે.