ત્રીજી T20માં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને સિરીઝ જીવંત રાખી છે. રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટી-20માં ભારતને 5 વિકેટે હરાવ્યું હતું. ગ્લેન મેક્સવેલે 48 બોલમાં 104 રનની અણનમ ઈનિંગ રમીને ઓસ્ટ્રેલિયાને હારેલી મેચ જીતાડી હતી. કાંગારૂઓએ છેલ્લા બોલ પર 223 રનના વિશાળ ટાર્ગેટ પૂરો કર્યો હતો. મેક્સવેલે છેલ્લા બોલે ફોર મારીને મેચ જીતાડી હતી.
Glenn Maxwell equals record for fastest ton by Australian in men’s T20Is 🔥#INDvAUS | 📝: https://t.co/YiETbPxJ32 pic.twitter.com/1yjVy2lkMH
— ICC (@ICC) November 28, 2023
ત્રીજી ટી-20માં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ભારતને બેટિંગ આપી હતી. ભારતે પ્રથમ દાવમાં 222 રન ફટકાર્યા હતા. ભારત તરફથી ઋતુરાજ ગાયકવાડ શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી હતી. છેલ્લી ઓવરમાં કુલ 30 રન આવ્યા હતા. ભારત માટે રૂતુરાજ ગાયકવાડે 57 બોલમાં 123 રનની અણનમ ઇનિંગ રમી હતી. તે ઓસ્ટ્રેલિયા સામે T20 ઈન્ટરનેશનલમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બની ગયો છે. તેણે 13 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. તેની સાથે તિલક વર્મા 31 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.
Glenn Maxwell is on the charge in Guwahati 👀
Can he lead Australia to a win? #INDvAUS | 📝: https://t.co/6SJYf4X2eB pic.twitter.com/p5ZWz6doaV
— ICC (@ICC) November 28, 2023