IND Vs AUS: ભારતે ઓસ્ટ્રેલિયાને 223 રનનો ટાર્ગેટ આપ્યો, ગાયકવાડની શાનદાર સદી

ત્રીજી T20માં પ્રથમ મેચ રમીને ભારતે ઓસ્ટ્રેલિયાને 223 રનનો ટાર્ગેટ આપ્યો છે. છેલ્લી ઓવરમાં કુલ 30 રન આવ્યા હતા. ભારત માટે રૂતુરાજ ગાયકવાડે 57 બોલમાં 123 રનની અણનમ ઇનિંગ રમી હતી. તે ઓસ્ટ્રેલિયા સામે T20 ઈન્ટરનેશનલમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બની ગયો છે. તેણે 13 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. તેની સાથે તિલક વર્મા 31 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.