ગુજરાત બોર્ડમાં ધોરણ-10ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ- 2023માં લેવાના ધોરણ 10ની પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ભરવાની અંતિમ તારીખ આજે પૂર્ણ થઈ છે. આ સાથે પરીક્ષામાં રેગ્યુલર ફી સાથે આવેદનપત્ર ભરવા માટેની તારીખ 18 ડિસેમ્બર 2022 સુધી લંબાવવામાં આવી છે. ત્યારબાદ 19 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી સુધી ત્રણ તબક્કામાં લેઈટ ફી સાથે આવેદનપત્ર ભરી શકાશે. તથા 19થી 23 ડિસેમ્બર સુધી 250 રૂપિયા લેટ ફી લાગશે.

શિક્ષણ બોર્ડ દ્વારા ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ

હાલ ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષાના ફોર્મ ભરાઈ રહ્યા છે. તેવામાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ હોવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. ગુજરાત બોર્ડે ધોરણ 10ની પરીક્ષાના ફોર્મ આગામી 7 જાન્યુઆરી સુધી ભરી શકાશે તેવી જાહેરાત કરી છે. પ્રથમ તબક્કામાં તા.19 થી 23 ડિસેમ્બર સુધી 250 રૂપિયા લેઈટ ફી સાથે, બીજા તબક્કા માટે તા. 24 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી-23 સુધી રૂપિયા 300 લેઈટ ફી સાથે અને ત્રીજા તબક્કામાં તા. 3 જાન્યુઆરી-23 થી 7 જાન્યુઆરી 2023 સુધી 350 રૂપિયા લેઈટ ફી સાથે આવેદનપત્ર ભરી શકાશે.

નિયમિત ફીમાં દિવ્યાંગ અને વિદ્યાર્થીનીઓને મુક્તિ

આ ઉપરાંત અંતિમ તારીખ 7 જાન્યુઆરી 2023 સુધી કોઈપણ સમયે વિદ્યાર્થીની માહિતીમાં શાળા કક્ષાએથી જ સુધારા કરી શકાશે. જે માટે કોઈ અલગથી ફી ભરવાની રહેશે નહીં. નિયમિત ફીમાં દિવ્યાંગ અને વિદ્યાર્થીનીઓને મુક્તિ આપવામાં આવેલી છે, પરંતુ લેઈટ ફીમાં કોઇપણ વિદ્યાર્થીની કે વિદ્યાર્થીઓને મુક્તિ આપવામાં આવી નથી.