બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ પર છે. જેમાં 2500 માણસોનું સ્થળાંતર કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. તેમાં રૂપેણ બંદર વિસ્તારના લોકોનું સ્થળાંતર કરાશે. ઓખા, દ્વારકા વિસ્તારમાં તંત્રની તૈયારીઓ શરૂ થઇ છે.
ગામડાની સ્કૂલોમાં સેલ્ટર હોમ તૈયાર કરાયા
કાચા મકાનો અને ઝૂંપડ પટ્ટી ખાલી કરાશે. તેમજ ગામડાની સ્કૂલોમાં સેલ્ટર હોમ તૈયાર કરાયા છે. સ્કૂલના આચાર્ય, તલાટીને જવાબદારી સોંપાઈ છે. તેમજ 45 ગામડાઓમાં સેલ્ટર હોમ ઊભા કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં આવનારા સંકટને કારણે તંત્રએ તૈયારીઓ તેજ કરી છે. બિપોરજોય વાવાઝોડુ ત્રાટકે તે પહેલા જ દ્વારકામાં મોટો નિર્ણય લેવાયો છે. જેમાં 2500 માણસોને સ્થળાંતર કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે.
રૂપેણ બંદર વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ
ઓખા અને દ્વારકા વિસ્તારમાં તંત્રની તૈયારીઓ છે. રૂપેણ બંદર વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ છે. દ્વારકામાં SDRFની ટીમ પણ તૈનાત કરાશે. વરવાડા ખાતે સ્પેશિયલ સાઈકોલોન સેન્ટર પણ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં દ્વારકા મામલતદાર હેઠળ કામગીરી થઈ રહી છે. તથા દ્વારકામાં સ્થળાંતરના સર્વે માટે અલગ અલગ ટીમો બનાવી સર્વે કરાયો છે. દ્વારકામાં 15 અને ઓખામાં 8 ટીમો બનાવાઇ છે.