ગુજરાતમાં આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

દેશભરમાં મેઘરાજાએ હાહાકાર મચાવ્યો છે. દેશના તમામ રાજ્યોમાં ભારે વરસાદના પગલે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ગુજરાતમાં પણ મેઘરાજા બઘડાટી બોલાવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં હજુ પણ આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમો ગુજરાત પરથી દુર થઇ છે. તેથી ભારે વરસાદનું સંકટ હવે રાજ્ય પર નથી. ત્યારે સૌરાષ્ટ્ર ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અમદાવાદ શહેરમાં છૂટા છવાયા વરસાદની સંભાવના છે. સાથે જ અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં સામાન્ય વરસાદની આગાહી છે. તથા રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ,દીવમાં પણ વરસાદ આવશે. તેમજ ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની સંભાવના છે.

અવિરત વરસાદથી રાજ્યના લોકોને રાહત મળી શકે છે

ગુજરાતમાં પડી રહેલ અવિરત વરસાદથી રાજ્યના લોકોને રાહત મળી શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદી સિસ્ટમ નબળી પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 4 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે. ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ 85 ટકા વરસાદ નોંધાયો છે. આગાહી અનુસાર આગામી 4 દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં એકાદ જગ્યાએ ભારે વરસાદ રહી શકે છે. સૌરાટ્રમાં પણ એકાદ સ્થળે વરસાદ રહી શકે છે. ગુજરાતમાં ત્યાર સુધી સિઝનનો 37 ટકા વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી રાજ્યમાં 605.7 mm વરસાદ રહ્યો છે.