કચ્છ: રાજ્યમાં સવારના 6થી બપોરના 12 વાગ્યા સુધીમાં 71 તાલુકામાં વરસાદ નોંધાયો છે. કચ્છના માંડવીમાં 7 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતમાં મેઘરાજા ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યા છે, જેમાં ખાસ કરીને કચ્છ જિલ્લામાં મંગળવાર સવારથી જ તોફાની બેટિંગ જોવા મળી રહી છે.
🔸કચ્છના માંડવીમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ
🔸સવારે 8થી 10 વાગ્યા દરમિયાન 5 ઈંચથી વધુ વરસાદ
🔸માંડવી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર સ્થિતિ
🔸મુખ્ય માર્ગો અને સોસાયટીઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો
🔸ખેતરો-નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા, નદી-નાળામાં નવા નીરની આવક… pic.twitter.com/Vmy4GT4Faq
— DD News Gujarati (@DDNewsGujarati) September 15, 2026
કચ્છના અન્ય તાલુકાઓમાં પણ મેઘમહેર
કચ્છ જિલ્લામાં સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં અનેક તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં માંડવીમાં સૌથી વધુ 6.97 ઈંચ, મુન્દ્રામાં 1.57 ઈંચ, ભુજમાં 1.26 ઈંચ, નખત્રાણામાં 1.02 ઈંચ, લખપતમાં 0.79 ઈંચ, ગાંધીધામમાં 0.63 ઈંચ અને અંજારમાં 0.55 ઈંચ વરસાદ વરસ્યો હતો. આ સિવાય પોરબંદર, ઓખામંડળ, સુરત શહેર, કોડિનાર, જામનગર, રાણાવાવ, જાફરાબાદ અને ગીર સોમનાથના વિસ્તારોમાં પણ હળવો વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકના આંકડાઓ પર નજર કરીએ તો કચ્છ પંથકમાં મેઘરાજાએ સૌથી વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. કચ્છના અંજાર તાલુકામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે.
શેરીઓમાં નદી જેવાં દ્રશ્યો સર્જાયા !!
કચ્છનાં માંડવીમાં મૂશળાધાર વરસાદથી ચારેબાજુ પાણી જ પાણી
પાણીનું સ્તર એટલું વધી ગયું કે રસ્તા પર પાર્ક કરેલી કાર પણ ડૂબી ગઈ pic.twitter.com/FRLurryuWx
— Kamit Solanki (@KamitSolanki) September 15, 2026
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આજે (15મી સપ્ટેમ્બર સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દેવભૂમિ દ્વારકા તેમજ કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન 30થી 10 કિ.મી.ની ઝડપે પવન ફુંકાવાની અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. જ્યારે 16થી 18મી સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં ભારે વરસાદનું જોર ઘટશે.




