અમદાવાદઃ મનુષ્યની ત્રણ મૂળભૂત જરૂરિયાતમાં કપડાં પણ સામેલ છે અને કપડાં બનાવવા માટે કપાસ બહુ જરૂરી છે. વળી, વિશ્વમાં ‘સફેદ સોના’ કહેવાતા કપાસની સાથે સુરત અને ગુજરાતનો વર્ષોજૂનો સંબંધ છે. કપાસનો ઋગવેદમાં પણ ઉલ્લેખ છે. વિશ્વમાં સાત ઓક્ટોબરે કપાસ દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આવામાં રૂ. 46,000 કરોડના કપાસના ઉત્પાદન સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. રાજ્યમાં વર્ષ 2001માં કપાસનું 30 લાખનું ઉત્પાદન થતું હતું, જે 2021માં વધીને 90 લાખ સુધી પહોંચ્યું છે.
દેશમાં પહેલી વાર દેશી સંકર કપાસ-7નું ઉત્પાદન થયું, જેમાં સુરતના કૃષિ ફાર્મનું સૌથી મોટું યોગદાન રહ્યું હતું. આ ફાર્મે સંકર બરજની ભેટ આપી અને કપાસની ખેતીમાં ક્રાંતિ આવી. એ પછી બીટી કપાસ પણ સુરત્ વર્ષ 2002માં દેશને આપ્યું હતું. આ કપાસના આગમનથી કપાસની ખેતીમાં બીજી નવી આધુનિક ક્રાંતિ આવી.
1843માં દેશની પહેલી કપડા મિલ રાજ્યના ભરૂચમાં સ્થાપિત થઈ હતી. એ સમયે કપાસની ભરૂચી-1 અને સુરતી-1 ઘોઘારી જાતિ પ્રચલિત હતી. એ સિવાય 1886માં બ્રિટિશરો દ્વારા સુરતમાં કપાસ સંસોધન યોજના લાગુ કરવામાં આવી હતી. 1951માં સુરતથી પહેલી વાર અમેરિકન કપાસ દેવીરાજ સામે આવ્યું હતું.
સ્વતંત્રતાથી પણ પહેલાં દેશમાં દેશી કપાસની બોલબાલા હતી. લોકો ઘેરેઘેર ચરખાની મદદથી ખાદી અને કપડાં વણીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. વળી 1921માં એટેલે કે 100 વર્ષ પહેલાં ઇન્ડિયન સેન્ટ્રલ કોટન કમિટી કાર્યરત થયા પછી નવી સંશોધન અને નિકાસ નીતિને કારણે ખેડૂતોની ગાડી ફરીથી પાટે ચઢી હતી.