ગાંધીનગર– ગુજરાતમાં સતત છઠ્ઠી વખત ભાજપ સરકારે શપથગ્રહણ કર્યા છે. રાજ્યપાલ ઓ.પી. કોહલીએ સોંગદ લેવડાવ્યા હતા. સીએમ પદે વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ પદે નિતીન પટેલે સોંગદ લીધા હતા. શપથવિધિ સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ 18 રાજ્યોના સીએમ, ડેપ્યુટી સીએમ સહિત, કેન્દ્રીય પ્રધાનો, વરિષ્ઠ નેતા અને સાંસદ એલ.કે. અડવાણી સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. 4000થી વધુ સાધુ સંતો, વીવીઆઈપી, ઉદ્યોગપતિઓ, ભાજપના કાર્યકરો, સરકારી અધિકારીઓ ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય સચિવ જે.એન.સિંહે શપથવિધિ સમારોહનું સંચાલન કર્યું હતું.
સીએમ પદે વિજય રૂપાણીકેબિનેટ પ્રધાન
(1) ડેપ્યુટી સીએમ નિતિન પટેલ
(2) આર. સી. ફળદુ
(3) ભુપેન્દ્રસિંહ ચુડાસ્મા
(4) કૌશિકભાઈ પટેલ
(5) સૌરભભાઈ પટેલ
(6) ગણપત વસાવા
(7) જયેશભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા
(8) દિલીપકુમાર વિરાજીભાઈ ઠાકોર
(9) ઈશ્વરભાઈ રમણભાઈ પરમાર
રાજ્યકક્ષાના પ્રધાનો
(1) પ્રદિપસિંહ જાડેજા
(2) પરબતભાઈ પટેલ
(3) પરસોત્તમ સોલંકી
(4) બચુભાઈ ખાબડ
(5) જયદ્રથસિંહ પરમાર
(6) ઈશ્વરભાઈ પટેલ
(7) વાસણભાઈ આહિર
(8) વિભાવરીબહેન દવે
(9) રમણલાલ પાટકર
(10) કિશોર કાનાણી(કુમાર)શપથવિધિ સમારોહની હાઈલાઈટ્સ
- શપથવિધિ સમારોહમાં પાર્થિવ ગોહિલ, ઈસ્માઈલ દરબાર અને ફરીદા મીરે દેશભક્તિના સૂર રેલાવ્યા હતા.
- સીએમ વિજય રૂપાણી સહપત્ની શપથવિધિ અગાઉ પંચદેવ મંદિર અને અક્ષરધામ જઈને પૂજા કરી સંતોના આશિર્વાદ મેળવ્યા હતા.
- શપથવિધિ સમારોહમાં ગુજરાતભરના સાધુ સંતો આશિર્વાદ આપવા પધાર્યા
- સાલ ઓઢાડીને સંતોનું સન્માન કરાયું
- અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા પછી પીએમ નરેન્દ્ર મોદી રાયસણ હીરાબાને મળ્યા પહોંચ્યા હતા. હીરાબાના આશિર્વાદ મેળવી તેઓ મીની રોડ શો યોજી રાજભવન ગયા હતા.
- પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર જતા રસ્તામાં ખુબ મોટી સંખ્યામાં નગરજનોએ અભિવાદન કર્યું હતું, પીએમ મોદી પણ કારની બહાર નિકળી નગરજનોનું અભિવાદન ઝીલ્યું હતું.
- પૂ્વ મુખ્યપ્રધાન અને વરિષ્ઠ નેતા કેશુભાઈ પટેલ શપથવિધિ સમારોહમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
- શંકરસિંહ વાધેલા શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત, પીએમ મોદી મળ્યા
- ભારત માતાની જય સાથે શપથવિધિ સમારોહ પુરો થયોઅહેવાલ- ભરત પંચાલ અને તસ્વીર-પ્રજ્ઞેશ વ્યાસ