-વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ-ર૦૧૯ ‘શેપિંગ અ ન્યૂ ઇન્ડિયા’ના વિષયવસ્તુ સાથે યોજાશે. મુખ્યપ્રધાન વિજય રુપાણી આ સંદર્ભમાં કહ્યું કે ભારત નિર્માણમાં હોલિસ્ટીક ડેવલપમેન્ટના એપ્રોચ સાથે ગુજરાત પોતાનું યોગદાન આ સમીટથી આપવા પ્રતિબદ્ધ છે.
મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમીટની એડવાઇઝરી કમિટીની પ્રથમ બેઠક યોજાઇ હતી.આ સમિટ જાન્યુઆરી-ર૦૧૯માં 18 થી ર૦ તારીખ દરમિયાન યોજાવાની છે.વાયબ્રન્ટ સમિટ ર૦૧૯માં યુથ, નાના વેપારીઓ, MSMEને જોડવા સાથે સર્વિસ સેકટર, મેન્યૂફેકચરીંગ, બિઝનેસ અને ટ્રેડીંગ એકટીવીટીને પણ જોડવામાં આવશે. આ માટે મુખ્યપ્રધાને સમિટના આયોજન અને તૈયારીઓ અંગેનો અંદાજો મેળવ્યો હતો.ઊદ્યોગ કમિશનર મમતા વર્માએ વાયબ્રન્ટ સમીટના મુખ્ય આકર્ષણો અને કાર્ય આયોજનોનું પ્રેઝન્ટેશન કર્યું હતું.
બેઠકની હાઇલાઈટ્સ
આ વર્ષે વાયબ્રન્ટ સમીટ પૂર્વે ચાર મહાનગરોમાં યૂથ કનેકટ ફોરમ યોજવાનું આયોજન અમદાવાદ, વડોદરા, રાજકોટ, સૂરતમાં ફોરમ યોજીને જુદાજુદા ક્ષેત્રોના યંગ એચીવર્સ-સફળ ઊદ્યોગ-વેપાર સાહસિકો યુવા વર્ગો સાથે ઇન્ટરેકશન-વાર્તાલાપ યોજશે ફાર્મા અને મેડીકલ ફેસેલીટીઝને શો કેસ કરી મેડીકલ ટૂરિઝમ અને હેલ્થકેરને વ્યાપકસ્તરે પ્રમોટ કરવાનું આયોજન ઊદ્યોગ ગૃહો-સંગઠનોના મળેલા સૂચનોને આવકારતાં સીએમે જણાવ્યું હતું કે, વાયબ્રન્ટ સમીટ પહેલાં ડિસિઝન મેકિંગ ઉચ્ચસ્તરીય સમિતિમાં સૂચનો સંદર્ભે વિચારવિમર્શ કરાશે સોશિયલ સેકટરને ફોકસ કરવા સાથે ફાર્મા, ડાયમન્ડ, મેન્યૂફેકચરીંગ, SEZ સહિતના બહુવિધ ક્ષેત્રોને પણ શો-કેસ કરીને વાયબ્રન્ટને જવલંત સફળતા અપાવવા અંગે પણ વિશદ ચર્ચા-પરામર્શ |