વેપારીઓ, કર્મચારીઓ માટે રવિવારે રસીકરણ ચાલુ રહેશેઃ પટેલ

અમદાવાદઃ રાજ્ય સરકારે પહેલી ઓગષ્ટથી કર્મચારીનોના  કોરોના રસીકરણ વિના ઉદ્યોગ-ધંધા શરૂ નહિ કરવા જાહેરનામું બહાર પાડ્યું છે. નાયબ મુખ્ય પ્રધાને જાહેર કર્યું હતું કે 31 જુલાઈ સુધીમાં વેપારીઓ તથા તેમના કર્મચારી અને જાહેર મનોરંજન સહિત સ્થળો જિમ, રેસ્ટોરાં, વોટર પાર્ક, સ્વિમિંગ પૂલમાં કામ કરતા કર્મચારીઓ માટે રસીકરણનો કાર્યક્રમ 1800 કેન્દ્રો પર ચાલુ રાખવામાં આવશે, જેથી 31 જુલાઈ સુધીમાં સૌ વેપારીઓએ રસી લેવી ફરજિયાત છે, હવે સરકાર રવિવારે પણ રસી આપશે.

આ ઉપરાંત નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યુ હતું કે પેટ્રોલ અને ડીઝલ ઉપરના ભાવવધારા અંગે વેટનો ટેક્સ લેવામાં આવે છે એ સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાતમાં ઓછામાં ઓછો છે. બીજાં રાજ્યોમાં પેટ્રોલો અને ડીઝલ ઉપરના વેટના ટેક્સનો દર વધુ છે તેમાં કોંગ્રેસ અને અન્ય પક્ષની સરકાર પણ આવી ગઈ. અન્ય રાજ્ય જ્યારે વિચારણા કરશે તો ગુજરાત પણ વિચારણા કરશે. વેટનો ટેક્સ છે તે ભારતમા સૌથી ઓછો ગુજરાતમાં છે.

કોરોનાનુ સંક્રમણ અટકાવવા માટે ગુજરાત સફળ થયું છે. ત્રીજા વેવની ચેતવણી સામે આપણે સચેત છીએ. જો ત્રીજી વેવ આવે અને કેસ વધે તો તે દર્દીઓની સારવાર માટે વધારાની વ્યવસ્થા ઊભી કરવા માટે સરકારે તૈયારી કરી લેવામાં આવી છે. કેરળ, મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં કેસ આવી રહ્યા છે. પણ ભૂતકાળ કરતાં વધુ અને હાલમાં આવતા કેસમાં વધુ છે. આ માટે સરકાર ચિંતિત છે.