બે જંત્રી ભરીને કાયદેસર થઇ જશે અનધિકૃત બાંધકામઃ સરકાર

ગાંધીનગર– ગુજરાત સરકારે અનધિકૃત બાંધકામને લઇને મહત્ત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત હાઉસિંગ બોર્ડના એક લાખથી વધુ પરિવારોને આવાસ માલિકી હક આપવા સંદર્ભે આ નિર્ણય લેવાયો છે.આ નિર્ણય અનુસાર લાભાર્થીઓને ફાળવવામાં આવેલા મકાનના બિલ્ટ અપ એરિયા સિવાયના રહેણાંક પ્રકારના અનઅધિકૃત બાંધકામને શરતોને આધીન ખુલ્લા પ્લોટની જંત્રીના ભાવે તેમ જ વાણિજ્ય પ્રકારના અનઅધિકૃત બાંધકામને ખુલ્લા પ્લોટની જંત્રીના બે ગણા (ડબલ) ભાવે વપરાશ ફી લઇને મૂળ બાંધકામનો દસ્તાવેજ સરકાર દ્વારા કરી આપવામાં આવશે.

આ નિર્ણયથી ગુજરાત હાઉસિંગ બોર્ડ તેમ જ સ્લમ સેલના મળીને કુલ ૧,૦૦,ર૬૭થી વધુ કુટુંબોને માલિકી હક્ક પ્રાપ્ત થશે.

નિર્દેશ કરવો જરુરી છે કે 2014થી પડતર રહેલા આ પ્રશ્નના ઉકેલ આવતાં ગુજરાત હાઉસિંગ બોર્ડની આવકમાં વૃદ્ધિ થશે અને નવા આયોજનોને વેગ મળશે.