નવી દિલ્હીઃ દર વર્ષે જૂનાગઢમાં મહાશિવરાત્રિ મેળો આયોજિત કરવામાં આવે છે. આ મેળામાં જતા યાત્રીઓની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ-જૂનાગઢ, જૂનાગઢ-સત્તાધાર તથા સોમનાથ-જૂનાગઢ વચ્ચે વિશેષ ટ્રેન ચલાવવામાં આવશે અને સાથે જ કેટલીક ટ્રેનોમાં વધુ કોચ લગાવવામાં આવશે.
- રાજકોટ-જૂનાગઢ મેળો સ્પેશિયલ ટ્રેન
રાજકોટ તથા જૂનાગઢ વચ્ચે 4 દિવસ માટે તા. 27-02-19, 01-03-19, 02-03-19 તથા 03-03-19 ને વિશેષ લોકલ ટ્રેન ચલાવવામાં આવશે, ઉપરોક્ત દિવસોમાં આ ટ્રેન રાજકોટ થી સાંજે 17.10 કલાકે ઉપડશે તથા જૂનાગઢ રાત્રે 20.00 કલાકે પહુંચશે, આ પ્રમાણે પરત માં આ ટ્રેન જૂનાગઢ થી રાત્રે 21.20 કલાકે ઉપડશે તથા રાજકોટ રાત્રે 23.40 કલાકે પહુંચશે.
- જૂનાગઢ-સત્તાધાર મેળો સ્પેશિયલ ટ્રેન
જૂનાગઢ તથા સત્તાધાર વચ્ચે 6 દિવસો માટે તા. 27-02-19 થી 04-03-19 સુધી વિશેષ લોકલ ચલાવવામાં આવશે, ઉપરોક્ત દિવસો માં આ ટ્રેન જૂનાગઢ થી સવારે 11.10 કલાકે ઉપડશે તથા સત્તાધાર બપોરે 12.50 કલાકે પહુંચશે, આ પ્રમાણે પરત માં આ ટ્રેન સત્તાધાર થી બપોરે 13.15 કલાકે ઉપડશે તથા જૂનાગઢ બપોરે 14.50 કલાકે પહુંચશે.
- સોમનાથ-જૂનાગઢ મેળો સ્પેશિયલ ટ્રેન
સોમનાથ તથા જૂનાગઢ વચ્ચે 6 દિવસો માટે તા. 27-02-19 થી 04-03-19 સુધી વિશેષ લોકલ ટ્રેન ચલાવવામાં આવશે, ઉપરોક્ત દિવસોમાં આ ટ્રેન સોમનાથ થી રાત્રે 20.30 કલાકે ઉપડશે તથા જૂનાગઢ રાત્રે 22.20 કલાકે પહુંચશે, આ પ્રમાણે પરતમાં આ ટ્રેન જૂનાગઢ થી રાત્રે 23.20 કલાકે ઉપડશે તથા સોમનાથ મધ્ય રાત્રે 01.30 કલાકે પહુંચશે.