આ ભાઈ તો રોજ પર્યાવરણ દિવસ મનાવે છે

આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. વિશ્વભરમાં પર્યાવરણને બચાવવા અને ગ્વોબલ વોર્મિંગ સામે રક્ષણ મેળવવાની વાતો થઇ રહી છે. ત્યારે એક વ્યક્તિ એવી છે જે બારે મહિના પર્યાવરણનું જતન કરે છે અને આ સુંદર અભિગમને કેમેરામાં કેદ પણ કરે છે. આ વ્યક્તિ એટલે શાંતિ સંશોધક ડો. મુકુંદ પટેલ.

ડો. મુકુંદ પટેલ છેલ્લા ત્રણેક વર્ષથી પર્યાવરણ અને પ્રકૃતિના એકમેકના સાનિધ્યની જુદી-જુદી તસ્વીરો પાડે છે. અને રોજ પર્યાવરણ દિવસની ઉજવણી કરે છે. ચિત્રલેખા સાથે વાત કરતા ડો. મુકુંદ પટેલ કહે છે આજે આપણે મશીન યુગમાં જીવી રહ્યા છીએ. માનવ-યુગથી આપણે આપણા મૂળ ગુમાવ્યા છે. આપણને જુદા જુદા દિવસો ઉજવવાની આદત છે. પરંતુ, કેટલાક દિવસો આપણે દરરોજ ઉજવવા જોઈએ. પર્યાવરણ આપણા જીવનને પોષવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આપણે આપણા જીવનની દરેક ક્ષણે તેની ઉજવણી કરવી જોઈએ. માટે જ મેં મારા એએમએ સાથેનાં કાર્ય દરમ્યાન મળેલ સમયમાં, મારાં  પ્રકૃતિમાં રોકાણના ભાગરૂપે, કેટલીક ક્ષણો કંડારેલી છે જે રોજબરોજના જીવનમાં પર્યાવરણનું મહત્વ સમજાવે છે. રોજબરોજ શાંતિ અને આનંદ માણવા માટે પ્રેરણા આપે આપે છે.

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં જાપાનીઝ સેન્ટર, ઝેન ગાર્ડન અને કૈઝન એકેડેમીમાં ચીફ ઇમ્ફોર્મેશન ઓફિસરની ફરજ બજાવતા ડો. મુકુંદ પટેલ  ગાંધી આશ્રમમાં પીએચડી કરતા કરતા ગાંધીમય બનીને ગાંધીજીના વિચારોને અનુસરવાની નેમ સાથે અર્થમાં રોજ પર્યાવરણ દિવસની ઉજવણી કરે છે.