આ યુવા સંગઠનો કરી રહયા છે ઉમદા કામ

અમદાવાદઃ સમગ્ર ભારતમાં કોરોના વાયરસે માથું ઉંચક્યું છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના કારણે પરિસ્થિતિઓ ગંભીર બની રહી છે. બધા જ લોકો અત્યારે લોકડાઉનમાં ઘરમાં બંધ છે. પરંતુ રોજનું કમાઈને રોજ ખાનારા અને ગરીબી રેખા હેઠળ આવતા લોકો અત્યારે બે ટંકના ભોજન માટે વલખા મારી રહ્યા છે.

આ પ્રકારના લોકોની મદદ કરવા માટે શહેરના એલિક્સર ફાઉન્ડેશન, અમદાવાદ ગ્લોબલ શેપર્સ, કોમ્યુનિકેટ કરો, હાર્ટ માર્ટસ અમદાવાદ રોકેટ્સ અને હે-હાઈ ફાઉન્ડેશન જેવા યુવાનોના જૂથો કોરોના સામેની લડત માટે હાથ મિલાવીને લોકડાઉનને કારણે કપરી સ્થિતિમાં મૂકાયેલા લોકોને સહાય કરી રહ્યા છે.

“આપણે સાથે રહીને ઘણું કરી શકીશું” એવી માન્યતા સાથે આ જૂથે રૂ. 5 લાખ એકત્ર કર્યા છે, જેનો ઉપયોગ મુખ્યત્વે મજૂર વર્ગ, વૃધ્ધાશ્રમો અને આશ્રય ગૃહોમાં વસતા લોકોને આવશ્યક ચીજો પૂરી પાડવા માટે વાપરવામાં આવશે. આ આયોજકોએ ટૂંકા ગાળામાં સ્વયંસેવકોની એક ટીમ તૈયાર કરી છે, જે ફોન અથવા તો મેસેજ આવતાં જ સહાય માટે પહોચી જાય છે.

જો તમારે પણ આ સેવાયજ્ઞમાં જોડાવું હોય તો કેવી રીતે જોડાઈ શકો તેની વિગતો નીચે આપી છે.

Donation link: www.bit.ly/helpahmedabad

Paytm: 9016558924

Paypal: connect@madhish.com