મોદીને મોતની સજા અપાવવા ઇચ્છતી હતી ત્રિપુટી

અમદાવાદઃ ગુજરાતનાં રમખાણોથી જોડાયેલા મામલે SITએ ચાર્જશીટ દાખલ કરી દીધી છે. આ ચાર્જશીટ તિસ્તા સેતલવાડ, સંજીવ ભટ્ટ અને આર. બી. શ્રીકુમારની સામે અમદાવાદી મેજિસ્ટ્રેટ કોર્ટમાં દાખલ થઈ છે. આ ચાર્જશીટમાં આ ત્રણે પર નકલી પુરાવા એકત્ર કરવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. આ 100 પાનાંની ચાર્જશીટમાં તિસ્તા સેતલવાડ, સંજીવ ભટ્ટ અને આર. બી શ્રીકુમારનાં નામ છે. આ ત્રણે  પર ગુજરાત સરકાર અને તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને બદનામ કરવાનો આરોપ છે. આ મામલે કેસ પહેલાં જ નોંધાઈ ચૂક્યો છે. હવે SITએ ચાર્જશીટથી જોડાયેલા કેટલાક દસ્તાવેજ પણ રજૂ કર્યા છે.

આ ચાર્જશીટમાં ભૂતપૂર્વ IPS શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સરકારમાં હતા, તેમ છતાં તેમણે સરકારને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું હતું. એમાં લખવામાં આવ્યું હતું કે આરોપીઓની મંશા તત્કાલીન CM નરેન્દ્ર મોદીની રાજકીય ઇનિંગ્સ પૂરી કરવાની અને તેમની શાખને નુકસાન પહોંચાડવાની હતી.

તેમને મોતની સજા અપાવવા ઇચ્છતા હતા.  એના માટે નકલી દસ્તાવેજ, નકલી એફિડેવિટ માટે વકીલોની ફોજ તૈયાર કરવામાં આવી હતી. તેમાં એ પણ લખેલું હતું કે પીડિતોને ગુમરાહ કરતાં જે ઘટનાઓ નહોતી બની એવી મનઘડંત વાર્તાઓ પર હસ્તાક્ષર લેવામાં આવ્યા હતા. આ દસ્તાવેજો અંગ્રેજીમાં હતા, જેથી એ પીડિતોની સમજની બહાર હતા.