અમદાવાદઃ ગુજરાતની અગ્રણી મેનેજમેન્ટ શિક્ષણ સંસ્થા “શાંતિ બિઝનેસ સ્કૂલ”ના 2021-2022 બેચના પીજીડીએમના વિદ્યાર્થીઓ માટે ત્રણ દિવસીય કાર્યક્રમ “પ્રારંભ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની થીમ “બિલ્ડિંગ યોર પર્સનલ બ્રાન્ડ” રાખવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મિહિર મહેતા હાજર રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને વ્યક્તિગત બ્રાન્ડિંગ અને વિવિધ પ્રવૃત્તિઓની મદદથી વિઝિબિલિટી ફેક્ટર બનાવવાની માહિતી આપી હતી.
ડો. પરેશ કારિયાએ “હાઉ ટુ બિલ્ડ યોર પર્સનલ બ્રાન્ડ” વિષયની શરૂઆત કોર્પોરેટ યોગા ફોર માઇન્ડ મેનેજમેન્ટથી કરી અને સફળ પર્સનલ બ્રાન્ડ બિલ્ડિંગ માટેના “રુલ ટુ મેઇન્ટેન ઓથોરિટી, ઓથેન્ટિસિટી અને એસ્પિરેશન ઇન લાઇફ” જેવા જરૂરી પાસા વિશે વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું.
ઓનલાઇન માર્કેટિંગ સલાહકાર લવ ત્યાગીએ “સોશિયલ મિડિયા દ્વારા ડિજિટલ બ્રાન્ડનું નિર્માણ” પર લેક્ચર આપ્યું હતું. “પ્રારંભ”ના અંતિમ દિવસે વિદ્યાર્થીઓ સહિત સ્ટાફ મેમ્બર્સે ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણ કર્યું હતું. તમામ સભ્યોએ પર્યાવરણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી અને છોડવાની તંદુરસ્ત વૃદ્ધિ અને જાળવણી સુનિશ્ચિત કરવાની જવાબદારી સ્વીકારી હતી. આ ઉપરાંત ‘મેનેજમેન્ટ ટીમ બિલ્ડિંગ’ માટેની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેનેજમેન્ટ લર્નિંગ અંગેની અલગ-અલગ ગેમ્સ ‘શીપ એન્ડ ધી શેફર્ડ’, ટોક્સિક વેસ્ટ મેનેજમેન્ટ, એસિડ રિવર, ‘હિલિયમ સ્ટિક’માં વિદ્યાર્થીઓએ નાના-નાના ગ્રુપ બનાવી ભાગ લીધો હતો અને સ્ટ્રેટેજિક થિંકિંગ, પ્લાનિંગ, કો-ઓર્ડિનેશન, ટીમ મેનેજમેન્ટ જેવા ફંડા સમજ્યા હતા.. આ પ્રવૃત્તિમાં “શાંતિ બિઝનેસ સ્કૂલ”નાં નિયામક ડો.નેહા શર્માએ વિદ્યાર્થીઓને ટીમ-વર્ક કો-ઓર્ડિનેશનનું મહત્ત્વ સમજાવતો સંદેશ આપ્યો હતો.