સુરતઃ તક્ષશિલા અંગ્નિકાંડ બાદ છેલ્લા 6 મહિનામાં ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા માટે અલગ અલગ વિસ્તારની ઈમારતોને નોટીસ ફટકારવામાં આવી હતી.
જોકે, નોટીસ આપવા છતા ફાયર સેફ્ટી ઉભી ન કરાતા આજે ફાયર વિભાગ દ્વારા સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ઉધના વિસ્તારમાં આવેલી એટીએમ ટેક્સટાઈલ માર્કેટની 100 જેટલી દુકાનો સીલ મારવામાં આવી છે.
તક્ષશિલાકાંડ અગ્નિકાંડ બાદ છેલ્લાં 6 મહિનામાં પાલિકા દ્વારા કોમ્પલેક્ષ, હોસ્પિટલ, હોટલ-રેસ્ટોરન્ટ, ટ્યુશન કલાસીસ, સ્કૂલ-કોલેજ, ટેક્સટાઇલ માર્કેટો સહિતની ઈમારતોમાં ફાયર સેફ્ટીના અભાવના કારણે સીલ મારવામાં આવી છે. જેમાં મોડી રાત્રીથી સવાર સુધીમાં ઉધના વિસ્તારમાં આવેલા એટીએમ(એશિયલ ટેક્સટાઈલ માર્કેટ) માર્કેટની 100 જટેલી દુકાનો સીલ કરવામાં આવી છે. જ્યારે ઉધના વિસ્તારમાં આવેલી બે સ્કૂલ શારદા વિદ્યા મંદિર અને દેવકીનંદન હિન્દી વિદ્યાલયને પણ સીલ મારવામાં આવ્યું છે. આ સાથે જ ધ્રુવ મોટર અને મૂવી એન્ગલ થીએટરને પણ સીલ મારવામાં આવ્યું છે.
તક્ષશિલાકાંડ અગ્નિકાંડ બાદ છેલ્લાં 6 મહિનામાં પાલિકા દ્વારા 8128 ઇમારતોમાં સર્વે કરી 900થી વધુ ઇમારતની 20 હજારથી વધુ દુકાનો સીલ કરવામાં આવી હતી. પાલિકા દ્વારા સર્વે કરી ફાયર સેફ્ટીના અભાવના કારણે નોટીસ આપવામાં આવી હતી. જોકે, ફાયર સેફ્ટી ઉભી ન કરવામાં આવતા સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.