ડો. સૈયદના સાહેબના જન્મદિવસે દાઉદી વ્હોરા સમાજનો લગ્નોત્સવ યોજાયો

સુરતઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુરત શહેરના દેવડી ખાતે દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ઘર્મગુરૂ ડો. સૈયદના આલીકદર મુફદલ સેફુદીન સાહેબના ૭૬માં જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી. સમાજના બાવનમાં ઘર્મગુરૂ ડો.સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબના ૧૦૯માં જન્મદિનની ઉજવણી પણ કરવામાં આવી હતી. 

મુખ્યંત્રીએ દાઉદી વ્હોરા સમાજના ૧૯૨ યુગલોના સમૂહલગ્નોત્સવમાં નવદંપતિઓને આર્શિવાદ પાઠવી પ્રભુતામાં પગલા પાડતા નવદંપતિઓનું લગ્ન જીવન સુખ, શાંતિ અને સમૃધ્ધિમય બને તેવી શુભકામનાઓ પાઠવી હતી. સૈયદના સાહેબના શિક્ષણ, પર્યાવરણની ચિંતા કરી સમાજને શિક્ષિત, પ્રગતિશીલ બનાવવાના પ્રયાસોને મુખ્યમંત્રીએ બિરદાવ્યા હતા. સૈયદના સાહેબ તેમના જ્ઞાન થકી સમાજ, રાજય અને રાષ્ટ્રને માર્ગદર્શન આપતા રહે એવી અભ્યર્થના તેમણે વ્યક્ત કરી હતી.  મેયર જગદીશભાઈ પટેલ, સાંસદ દર્શનાબેન જરદોશ, સાંસદ સી.આર.પાટીલ, ધારાસભ્ય હર્ષ સંધવી, અરવિંદ રાણા, ઝંખનાબેન પટેલ આ અવસરે મુખ્યમંત્રી સાથે જોડાયા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]