ગાંધીનગરઃ રાજ્યમાં 27 માર્ચથી ચોથી એપ્રિલની વચ્ચે G20 ગ્રુપની આગામી તબક્કાની બેઠકોની યજમાની કરશે, એમ અધિકારે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં વિવિધ મુદ્દાઓ પર ત્રણ બેઠકો આયોજિત કરવામાં આવશે, જેમાં G20 ગ્રુપના સભ્ય દેશો સિવાય વિવિધ દેશોના પ્રતિનિધિ ભાગ લેશે. ભારત આ વર્ષે G20 ગ્રુપની અધ્યક્ષતા કરી રહ્યું છે. આ ગ્રુપમાં વિવિધ મહાદ્વીપોના 19 દેશો સિવાય યુરોપીય સંઘ (EU) સામેલ છે.
રાજ્યમાં G20થી જોડાયેલાં આયોજનોનું સમન્વય કરી રહેલા ભારતીય વહીવટી સર્વિસિસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ત્રણે બેઠકોમાં પર્યાવરણ અને જળવાયુ સ્થિરતા કાર્ય સમૂહ (ECSWG)ની પહેલી બેઠક 27થી 29 માર્ચની વચ્ચે ગાંધીનગરમાં આયોજિત કરવામાં આવશે. રાજ્યમાં નાણાં વિભાગમાં મુખ્ય સચિવ (આર્થિક મામલાના) મોના ખાનદારે કહ્યું હતું કે એ ECSWGની બીજી બેઠક થશે. G20 શેરપા અમિતાભ કાંત કેન્દ્ર સરકારના કેટલાક સિનિયર અધિકારીઓ અને વિશેષજ્ઞોની હાજરીમાં એનું ઉદઘાટન કરશે.
તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રીય જળ પંચ, પ્રકૃતિના સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય સંઘ (IUCN), સતત તટીય પ્રબંધન માટે રાષ્ટ્રીય કેન્દ્ર (NCSCM). સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP), સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ અને મહાસાગર સૂચના માટે ભારતીય રાષ્ટ્રીય કેન્દ્રના અધિકારીઓ પણ આમાં સામેલ થશે.
ખાનદારે કહ્યું હતું કે ત્રિદિવસીય આયોજનમાં અમેરિકા, આર્જેન્ટિના, બ્રાઝિલ, ચીન, ફ્રાન્સ અને જર્મની સહિત આશરે 30 દેશોના પ્રતિનિધિઓ પણ ભાગ લેશે. તેમણે જણાવ્યું હતું કે જળ સંસાધનોથી જોડાયેલી સર્વોત્તમ પ્રથાઓ અને અન્ય સંબંધિત વિષયો પર ચર્ચા હશે. ત્યાર બાદ મહેમાનોને સાબરમતી નદી પર સ્થિત નર્મદા નહેર, અડાલજ વાવ અને રિવરફ્રન્ટ લઈ જવામાં આવશે.