રાજ્ય સરકારનું ચોમાસુ સત્ર કાલથી બે દિવસ મળશે

ગાંધીનગરઃ રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણી પૂર્વેનું આખરી ચોમાસુ સત્ર 21-22 સપ્ટેમ્બરે મળવાનું છે. આ સત્ર વિધાનસભાનાં અધ્યક્ષ ડો. નીમાબહેન આચાર્યના વડપણ હેઠળ મળશે. આ સત્રમાં વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવશે. વિરોધ પક્ષે માગ કરી હતી કે આ સત્રનો સમય લંબાવવો જોઈએ, જેથી પ્રજાના પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા થઈ શકે. આ ચોમાસુ સત્રમાં છ બિલ રજૂ કરવામાં આવે એવી શક્યતા છે. જોકે આ ચોમાસુ સત્ર તોફાની બની રહેવાનાં એંધાણ છે.

વિધાનસભાના આ બે દિવસના સત્રમાં સરકાર દ્વારા ટૂંકી પ્રશ્નોત્તરી રાખવામાં આવી છે. જેથી કોંગ્રેસે સરકારને આડે હાથ લેવાનો નિર્ણય કર્યો છે. વિધાનસભાના બે દિવસના સત્રમાં કોંગ્રેસ સરકારને અનેક મોરચે ઘેરશે.

ચોમાસા સત્રના પ્રથમ દિવસે શ્રદ્ધાંજલિ બાદ કામકાજ મુલતવી રાખવામાં આવશે. જ્યારે અંતિમ દિવસે કેટલાક સુધારા વિધયેકો રજૂ કરવામાં આવશે. આવતી કાલે પ્રથમ બેઠકમાં સાત જેટલા પૂર્વ વિધાનસભા સભ્યોનુ છેલ્લા છ માસ દરમિયાન અવસાન થતાં તેમને ગૃહની અંદર શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે. આ સત્રમાં ગુજસીટોક લાવવામાં આવનારો છે. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સુધારા વિધેયકનો ઉદ્દેશ રાજ્યમાં અન્ય ઠેકાણે ચાલતી લો કોલેજને નેશનલ યુનિવર્સિટી સાથે સાંકળવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ ઉપરાંત ગુજરાત GST સુધારા વિધેયક ૨૦૨૨, ગુજરાત મ્યુનિસિપાલિટી સુધારા વિધેયક ૨૦૨૨ વિધાનસભા ગૃહમાં રજૂ કરાશે.ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સુધારા વિધેયક નો ઉદ્દેશ રાયમાં અન્ય ઠેકાણે ચાલતી લો કોલેજને નેશનલ યુનિવર્સિટી સાથે સાંકળવાનો પ્રયાસ કરવામાં આવનાર છે.આ ઉપરાંત રાજ્યમાં રસ્તે રખડતા ઢોર નિયંત્રણ વિધેયક સરકાર પરત ખેંચે એવી શક્યતા છે.