અમદાવાદ– મેટ્રો પ્રોજેક્ટ હેઠળ મેટ્રો ટ્રેનના કોચ ગુજરાત આવી પહોંચ્યા છે. આજે સવારે મુંદ્રા પોર્ટ પર આ કોચનું આગમન થયું હતું. તેની માહિતી આપતા મેગા કંપનીના મેનેજિંગ ડાયરેકટર એસ.પી.ગૌતમે જણાવ્યું હતું કે, આવતીકાલ સાંજ સુધીમાં ટ્રેનના 3 કોચ અમદાવાદ પહોંચી જશે.
આ તમામ કોચ હુંડાઈ કંપનીના છે. આગામી રવિવાર સુધીમાં કંપનીના એન્જિનિયરો પણ અમદાવાદ આવી જશે અને કોચને ટ્રેનનું રૂપ આપશે ત્યારે હાલ પૂરતા કોચને અપરેલપાર્ક ડેપો ખાતે મુકવામાં આવશે. સાથે જ આ કોચનું ટ્રાયલ રન 15 જાન્યુઆરી સુધીમાં શરૂ કરવામાં આવશે. આ ટ્રાયલ રન કુલ 6 કિલોમીટરનો હશે.
2.5 મહિના સુધી મેટ્રો ટ્રેનનાં 3 કૉચનું પરીક્ષણ કરવામાં આવશે. આ વિશે વાત કરતા મેગાનાં મેનેજિંગ ડાયરેક્ટર આઈ.પી.ગૌતમે જણાવ્યું કે,10થી 12 દિવસમાં પાટા પર રેલ હશે. સાડા ત્રણ વર્ષમાં ઇસ્ટ ઝોનનું કામ પૂર્ણ થયું છે. 3 કૉચની આ ટ્રેનમાં 900 લોકો મુસાફરી કરી શકશે. એક કૉચની કિંમત 10.50 કરોડ રૂપિયા છે.