રાજ્યમાં લવ જેહાદ કાયદો આજથી લાગુ થશે

અમદાવાદઃ યુપી, મધ્ય પ્રદેશ પછી હવે ગુજરાતમાં પણ ધર્મને છુપાવીને લગ્ન કરવાવાળા લોકો પર કડક કાર્યવાહી  કરવામાં આવશે. રાજ્યમાં આજથા લવ જેહાદ કાયદો લાગુ થઈ જશે, જે પછી જબરજસ્તી ધર્મ પરિવર્તન કરવા અને છેતરપિંડીથી લગ્ન કરવાવાળા પર કાનૂની કાર્યવાહી થશે. રૂપાણી સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા આ કાયદાને રાજ્યપાલ આચાર્ય દેવવ્રે મંજૂરી આપી દીધી છે.

આ કાયદા હેઠળ જબરજસ્તી ધર્મ પરિવર્તન કરાવવા બદલ 10 વર્ષની સજા. આ ઉપરાંત આરોપી પર દંડ પણ લગાડવામાં આવી શકે છે અને સંગીન આરોપો પર સજા અને દંડ-બંને થઈ શકે છે. આ કાયદા હેઠળ ધર્મ છુપાવીને લગ્ન કરવાવાળાની સામે પાંચ વર્ષની સજા અને એ ગુનો સગીરની સાથે કરવામાં આવે તો સાત વર્ષની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે.

આ કાયદાનો હેતુ ગુજરાતમાં લવ જેહાદની ઘટનાઓને અટકાવવાનો છે. રૂપાણી સરકાર દ્વારા જારી કરવામાં આવેલા વિધેયકમાં એ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે જો કોઈઈ વ્યક્તિ પોતાના અથવા પૂર્વજોના ધર્મ ફરી અપનાવે તો તેના પર એ એક્ટ લાગુ નહીં થાય. આ વિધેયકમાં નવી કલમ 3A ઉમેરવાનો પ્રસ્તાવ હતો. એ કલમ હેઠળ વ્યક્તિનાં માતાપિતા, ભાઈ-બહેન, તેનાં સગાંસંબંધીઓ, લગ્ન અથવા દત્તક લેનારાં સગાંસંબંધીઓને આ મામલે FIR નોંધાવવાનો અધિકાર હશે.

રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજાએ કહ્યું હતું કે જે લોકો માથે તિલક લગાવીને અને હાથમાં દોરો બાંધીને હિન્દુ અથવા અન્ય ધર્મની યુવતીની સાથે છળકપટ કરે છે, તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.