હાઇકોર્ટે ભરૂચના અગ્નિકાંડ માટે સરકારે પાસે જવાબ માગ્યો

અમદાવાદઃ રાજ્યની હાઈકોર્ટે ભરૂચની હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાના સંબંધમાં સરકારી અધિકારીઓએ જવાબદાર ઠેરવવાની અરજી પર મંગળવારે રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો હતો. આ અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે હાઈકોર્ટના અગાઉના આદેશોનું પાલન પણ નહોતું કરવામાં આવ્યું. મુખ્ય જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ ભાર્ગવ કરિયાની ખંડપીઠે રાજ્ય સરકાર અને વિવિધ નગર નિગમોને નોટિસ જારી કરીને 11 મે સુધી જવાબ આપવા કહ્યું છે.

રાજ્યમાં કોવિડ-19 રોગચાળાની સ્થિતિને લઈને જનહિત અરજી પર જારી સુનાવણી દરમ્યાન એ મામલો સામે આવ્યો હતો કે જેની કોર્ટે સ્વયં માહિતી લીધી હતી.

અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે એક મેએ ભરૂચે જે હોસ્પિટલમાં આગ લાગી હતી. તેની પાસે શહેરના ફાયરબ્રિગ્રેડ વિભાગે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ નહોતું. શહેરની વેલફેર હોસ્પિટલ સ્થિત કોવિડ સેન્ટરના ICUમાં મોડી રાતે એક વાગ્યાના અરસામાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં કોવિડ-19ના 16 દર્દીઓ અને બે નર્સનાં મોત થયાં હતાં. રાજ્ય સરકારે તમામ મૃતકોને ચાર લાખની સહાય જાહેર કરી છે.