અમદાવાદ: ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. ઉનાળાની શરૂઆતમાં કાળઝાળ ગરમીનો અહેસાસ પણ થઈ રહ્યો છે. આ વચ્ચે જો ગરમીને લઈ આગાહીની વાત થાય તો આગામી બે દિવસમાં ગરમીનું પ્રમાણે વધાવની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગઈકાલે અમદાવાદમાં 34.6 ડિગ્રી, ગાંધીનગરમાં 35.5 ડિગ્રી,ડીસામાં 35.1 ડિગ્રી, રાજકોટમાં 35.1 ડિગ્રી,વલ્લભ વિદ્યાનગરમાં 34.7 ડિગ્રી, વડોદરામાં 34.6 ડિગ્રી, સુરતમાં 33.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 35 ડિગ્રી, અમરેલી 34.5 ડિગ્રી, ભાવનગરમાં 32.4 ડિગ્રી, કેશોદમાં 34 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે. IMD ની આગાહી અનુસાર, માર્ચ મહિનામાં જ રાજ્યમાં મે મહિનાની ગરમીનો અનુભવ થવાની શક્યતા છે. દર વર્ષની સરખામણીએ વર્ષ 2025ના ઉનાળામાં ગરમી ભુક્કા બોલાવે તો નવાઈ નહીં. આ વર્ષે તાપમાન સામાન્ય તાપમાન કરતાં ત્રણથી ચાર ડિગ્રી વધારે રહેવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. માર્ચના પ્રથમ સપ્તાહમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેશે.
ઉલ્લેખનીય છે કે, હાલતમાં ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વીય પવન ફુંકાઈ રહ્યા છે જેના કારણે બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે. 24 કલાક બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની સાથે લઘુતમ તાપમાનમાં પણ આગામી 5 દિવસ દરમિયાન 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. તાપમાનમાં આ ઘટાડાની સાથે લોકોને ગરમીથી થોડી રાહત મળવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
