મોરબીઃ મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી પડવાના ( દેમાં 135થી વધુ લોકોનાં મોત થયાં છે) ત્રણ દિવસ પછીખરાબ મારામત માટે જવાબદાર કંપનીના માલિક હજી પણ લાપતા છે. ઓરેવા કંપનીને માર્ચ મહિનામાં પૂલની જાળવણી માટે 15 વર્ષનો કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો. મરામત કર્યાના સાત મહિના પછી નક્કી કરેલા સમય પહેલાં આ પૂલને જનતા માટે શરૂ કરવામાં આવ્યો હતો. મોરબી નગર નિગમે વગર ટેન્ડરે આ કંપનીને એનો કોન્ટ્રેક્ટ આપ્યો હતો.
પોલીસના FIR પર ઘટનામાં બચેલા લોકો અને વિપક્ષ સવાલ ઊભા કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આમાં કંપનીના ટોચના અધિકારી અને નગર નિગમના અધિકારીઓનાં નામ નથી, જેમણે ખામીઓ હોવા છતાં આ કોન્ટ્રેક્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ઓરેવાના MD જયસુખભાઈ પટેલ આ દુર્ઘટના પછી ભૂગર્ભમાં જતા રહ્યા છે. તેમમે દાવો કર્યો હતો કે મરામત કર્યા પછી આ પૂલ કમસે કમ આઠથી 10 વર્ષ ચાલશે. અમદાવાદમાં કંપનીનું ફાર્મંહાઉસ બંધ છે અને ત્યાં એક સુરક્ષા ગાર્ડ પણ નથી.
48 hours after the Morbi tragedy, why is the Gujarat government and the BJP not answering basic questions?
Why were the owners of the Oreva company and the municipal authorities not named
in the FIR?— P. Chidambaram (@PChidambaram_IN) November 1, 2022
પટેલે મોરબી નગર નિગમ અને અજન્ટા મેન્યુફેક્ચરિંગ લિ.ની સાથે કોન્ટ્રેક્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. કંપની ઓરેવાનો જ હિસ્સો છે. આ કંપનીને ઘડિયાળ ઉત્પાદક તરીકે જાણીતી છે. કોન્ટ્રેક્ટમાં પૂલને જાહેર જનતા માટે ખુલ્લો મૂકતાં પહેલાં ફિટનેસ સર્ટિફિકેટની જરૂરિયાતનો ઉલ્લેખ નહોતો કર્યો.
વિપક્ષ અને સ્થાનિક લોકોને રાજ્ય સરકાર પર મોટા લોકોને બચાવવાનો અને ઓરેવાના સુરક્ષા ગાર્ડો અને ટિકિટ વેચાણકર્તાઓ અને નીચલા સ્તરના કર્મચારીઓને બલિના બકરા બનાવવાનો આરોપ લાગ્યા છે.