અમદાવાદઃ શહેરના માર્ગો, ચાર રસ્તા, પ્રતિષ્ઠિત વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોથી જાહેર ખબરના પેમ્ફલેટ વહેંચનારા, ભીખનો ધંધો કરનારા તેમજ કેટલીક નાની ચીજવસ્તુઓ વેચનારાઓ સતત વધતા જાય છે. પણ એક ચોક્કસ પ્રકારનો વર્ગ-સમૂહ પેન-રમકડાં-નાની મોટી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ વેચી ફૂટપાથને જ વેપાર કેન્દ્ર અને રહેણાંક બનાવી રહ્યો છે. આ લોકો ઠંડી-ગરમી-વરસાદ ત્રણેય ઋતુમાં સી.જી.રોડ-આશ્રમરોડની ફૂટપાથ ચાર રસ્તાઓ પર શાંતાક્લોઝ-સનવાઇઝર અને છત્રીઓ વેચતા જોવા મળે છે. હાલ ઉનાળાની બળબળતી બપોરે પણ શહેરના માર્ગો પર સનવાઇઝર અને પેનો વેચી પેટિયું રળી માર્ગને જ પોતાનું મુકામ બનાવતી આ પ્રજા કોણ છે… ક્યાંથી આવે છે… અને કેટલા લોકોએ શહેરની ફૂટપાથોને જ રહેઠાણ બનાવ્યું છે એ તંત્ર અને પ્રજા માટે એક મોટો પ્રશ્ન છે…
તસવીરઃ અહેવાલ–પ્રજ્ઞેશ વ્યાસ