ગાંધીનગર– ગુજરાતના શહેરી વિસ્તારોમાં નવો કોમન GDCR આજે 31 માર્ચ શનિવારથી અમલી બનશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બંધકામક્ષેત્રમાં પારદર્શિતા અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વધુ વેગ આપવા માટે આ નવા કોમન GDCR ને તાત્કાલિક મંજૂરી આપી છે.નવા કોમન જીડીસીઆરમાં સરળ અને પારદર્શી પદ્ધતિને પરિણામે રિયાલિટી સેક્ટરને નવી દિશા મળશે અને મોટાપાયે રોજગાર સર્જન થવાથી વિકાસને વેગ મળતો થશે. ગુજરાતના બધા જ શહેરોના સર્વગ્રાહી અને સર્વ સમાવેશક વિકાસની નવી ક્ષિતિજ આના પરિણામે ખુલશે. આ નવા કોમન GDCRના અમલથી ઓછી કિમતના સસ્તા દરના આવાસો મોટી સંખ્યામાં પ્રાપ્ત થશે.
તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]