રાજ્યમાં કોરોનાના XE, XM વેરિયેન્ટનો કેસ નોંધાયો

નવી દિલ્હીઃ રાજ્યમાં કોરોના વાઇરસના ઓમિક્રોન વેરિયેન્ટના XE સબ વેરિયેન્ટનો કેસ નોંધાયો છે. એક વ્યક્તિમાં એના સંક્રમણની પુષ્ટિ થઈ છે. આ સાથે રાજ્યમાં કોરાનાના XM વેરિયેન્ટનો એક કેસ નોંધાયો છે. આ પહેલાં XM વેરિયેન્ટનો એ કેસ મુંબઈમાં પણ નોંધાયો છે. એ વેરિયેન્ટ ઓમિક્રોનનો સબ લિનિયેજ છે, એમ આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું.

વડોદરાના ગોત્રી વિસ્તારમાં એક 60 વર્ષીય પુરુષ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શહેરના આરોગ્ય તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ઘરવામાં આવી રહી છે. આ સાથે દર્દીની ટ્રાવેલ હિસ્ટરી અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. મુંબઈથી આવેલા યુવકમાં કોરોનાનાં નવાં વેરિયન્ટનાં લક્ષણો જોવા મળ્યાં હતાં. તે મુંબઈથી આવ્યા બાદ હોટેલમાં રોકાયો હતો. તેને તાવનાં લક્ષણો જોવા મળતાં ખાનગી લેબમાં રિપોર્ટ કરાવ્યો હતો. આ ઘટના ચોથી માર્ચની છે. યુવકનો રિપોર્ટ XE પોઝિટિવ આવ્યો છે જ્યારે તેની પત્નીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હાલ બંને ક્યાં છે તેનાથી તંત્ર અજાણ હોવાનું જાણવા મળ્યું છે. હાલ આરોગ્ય વિભાગમાં દર્દીને શોધવા દોડધામ થઈ રહી છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (WHO) કહ્યું છે કે બ્રિટનમાં પ્રથમ વખત જોવા મળેલું ઓમિક્રોન (Omicron)નું નવું સ્વરૂપ, કોરોના વાઇરસના અગાઉનાં સ્વરૂપો કરતાં વધુ ચેપી છે. WHOએ તેના તાજેતરના અપડેટમાં જણાવ્યું હતું કે XE (ba.1-ba.2) નામનું નવું ઓમિક્રોન ફોર્મ પ્રથમ વખત 19 જાન્યુઆરીએ યુકેમાં જોવા મળ્યું હતું .