ગાંધીનગર- 14મી વિધાનસભાના પ્રોટેમ સ્પીકર ડૉ. નીમાબહેન આચાર્યે 14મી વિધાનસભાના નવનિર્વાચિત ધારાસભ્યોને આજે સ્વર્ણિમ સંકુલના સાબરમતી કક્ષમાં શપથ લેવડાવ્યાં હતાં.
ધારાસભ્યોના આ શપથવિધિ કાર્યક્રમમાં ગૃહના નેતા સીએમ વિજય રુપાણી, ઉપનેતા નાયબ સીએમ નિતીનભાઇ પટેલ, તેમ જ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ સૌપ્રથમ શપથ લીધાં હતાં. ત્યારબાદ શાસક પક્ષ અને વિપક્ષના ચૂંટાયેલા ધારાસભ્યોએ શપથ લીધાં હતાં.
ગુજરાતની 14મી વિધાનસભાની ચૂંટણી અને તેના પરિણામની પ્રક્રિયા 18મી ડીસેમ્બર 2017ના રોજ જાહેર થઇ ગયાં હતાં. જોકે એક યા બીજા કારણસર ધારાસભ્યોનો શપથવિધિ કાર્યક્રમ ટળતો રહ્યો હતો. છેવટે થોડાદિવસ પહેલાં પ્રોટેમ સ્પીકર તરીકે ડૉ નીમાબહેન આચાર્યની નિમણૂક થયાં બાદ ધારાસભ્યોના શપથવિધિ કાર્યક્રમનો માર્ગ મોકળો બન્યો હતો.