ગાંધીનગરઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર (IITGN) દ્વારા 30 જુલાઈએ શનિવારે સવારે 11 કલાકે કેમ્પસમાં 11મા દીક્ષાંત (કોન્વોકેશન) સમાંરભનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આ વર્ષે ઇન્સ્ટિટ્યૂટમાંથી 397 વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થયા છે. તેમને ડિગ્રીઓ અને મેડલ આપવામાં આવશે.
આ દીક્ષાંત સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્ર સરકારના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક સલાહકાર ડો. ક્રિષ્ણાસ્વામી વિજયરાઘવન ઉપસ્થિત હશે. આ કાર્યક્રમનો પ્રારંભ સંસ્થાની શૈક્ષણિક યાત્રાથી કરવામાં આવશે. ત્યાર બાદ વિદ્યાર્થીઓને ડિગ્રી અને મેડલ આપવામાં આવશે. ત્યાર બાદ ડિરેક્ટર દ્વારા વિદ્યાર્થીઓને સંબોધન કરવામાં અને એ પછી મુખ્ય અતિથિ વિદ્યાર્થીઓને સંબોધશે. આ કાર્યક્રમનું IITGNના યુટ્યુબ (iitgn1) પર પછીથી પ્રસારણ કરવામાં આવશે.
કાર્યક્રમમાં IITGN 11મા કોન્વોકેશન સેરેમનીમાં આમંત્રિત મહેમાનોને પધારવા માટે ભાવભીનું આમંત્રણ આપે છે અને આ સમારંભ પછી લંચનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 11 કલાકે શરૂ થઈ જશે.