નવરાત્રિ મહોત્સવમાં ટેટુનો ટ્રેન્ડ

અમદાવાદઃ શહેરના યુવાનોમાં વર્લ્ડ કપ ક્રિકેટ અને નવરાત્રિ મહોત્સવનો માહોલ છવાઈ ગયો છે. એકબાજુ જ્યાં ખેલૈયાઓ નવલી નોરતાની રાતોની તૈયારી કરી રહ્યાં છે ત્યાં બીજી બાજુ ક્રિકેટપ્રેમીઓમાં પણ જુદો જ થનગનાથ જોવા મળે છે.

શનિવારે ક્રિકેટ મેચ અને રવિવારથી શરૂ થતા રાસ-ગરબા માટે યુવાનો અવનવી થીમ સાથે બોડી પર ટેટુ પેઇન્ટિંગ કરાવી રહ્યા છે. આ સાથે દુનિયામાં શાંતિ રહે એ માટે ‘નો વોર’ ટેટુ પેઇન્ટ કરાવી રહ્યા છે.

અમદાવાદના સિંધુ ભવન પાસેના એક ટેટુ આર્ટિસ્ટ રાજુભાઈ ચિત્રલેખા.કોમને કહે છે સામાન્ય રીતે નવરાત્રિમાં યુવાનો ખેલૈયાની થીમ પર ટેટુ ચિતરાવતા હોય છે, પરંતુ આ વર્ષે નવરાત્રિ સાથે ક્રિકેટ વર્લ્ડ કપ પણ છે.

આ સાથે તાજેતરમાં જ ચંદ્રયાનની સફળતા મળી છે. જેથી સાંપ્રત ઘટનાઓ, બાબતોને ધ્યાનમાં રાખી લોકો બોડી પેઇન્ટ ટેટુ કરાવતા હોય છે.

આ સાથે દુનિયા કેટલાક દેશોની વોરની પરિસ્થિતિ છે. જે શાંતિમાં ફેરવાય એ માટે ‘ શાંતિ સંદેશ ‘ આપતા ‘નો વોર ‘ટેટુ લોકો પેઇન્ટ કરાવે છે.

અહીં આવતા તમામ વય-જૂથના લોકો બોડી પર પેઇન્ટ, સ્પ્રે, બોડી  ગ્લિટર ટેટુ, ટેમ્પરરી અને પરમેનેન્ટ ટેટુ કરાવતા હોય છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)