પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોને આજના આધુનિક કોર્પોરેટ કલ્ચરમાં કેવી રીતે ટકી શકાય અને પ્રગતિ સાધી શકાય તે સમજાવવા માટે સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીના ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ ડિપાર્ટમેન્ટે તાજેતરમાં ‘પ્રોફેશનલિઝમ બિયોન્ડ બૂક્સ’ નામનું સેશન યોજ્યું હતું.
આ સેશનનું સંચાલન પ્રોનિક્સ ટેક એલએલપીના એચઆર હેડ મોનિકા શ્રીવાસ્તવ દ્રારા કરવામાં આવ્યું હતું, જેમણે તેમના ઇન્ડસ્ટ્રીના વ્યાપક અનુભવમાંથી ઊંડી જાણકારી પૂરી પાડી હતી. સાચું પ્રોફેશનાલિઝમ કેવી રીતે શૈક્ષણિક આગળ વધે છે અને તેનું મૂળ કેવી રીતે ઉત્તરદાયિત્ત્વ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ અને નૈતિક વ્યવહારોમાં રહ્યું છે, તેની પર તેમણે પ્રકાશ પાડ્યો હતો.
મોનિકા શ્રીવાસ્તવે પોતાની એક સુદ્રઢ પ્રોફેશનલ આઇડેન્ટિટી બનાવવામાં સંચારના કૌશલ્યો, અનુકૂલનક્ષમતા અને ગ્રૂમિંગના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે વાસ્તવિક જીવનના ઉદાહરણો દ્વારા સોફ્ટ સ્કિલ્સ અને હકારાત્મક વલણ કેવી રીતે વ્યક્તિની કારકિર્દીના લાંબાગાળાના વિકાસનું ઘડતર કરી શકે છે, તે પણ દર્શાવ્યું હતું. વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીના સભ્યો સહિત આશરે 95 સભ્યોએ આ સેશનમાં હાજરી આપી હતી અને ચર્ચામાં પણ જોડાયા હતા.
આ પહેલ અંગે વાત કરતાં, સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ આદિ ઋષભ જૈનએ કહ્યું કે, ‘આ પ્રકારના સેશન્સ વર્ગખંડમાં આપવામાં આવતાં શિક્ષણ અને ઇન્ડસ્ટ્રીની અપેક્ષાઓ વચ્ચેના અંતરને દૂર કરવામાં મદદ કરે છે. વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે પ્રોફેશનલ વિશ્વનો સામનો કરવા માટે તૈયાર કરે છે. આ પ્રકારના કાર્યક્રમો સર્વગ્રાહી શિક્ષણ, ફક્ત શૈક્ષણિક શ્રેષ્ઠતાને જ નહીં પરંતુ અમારા વિદ્યાર્થીઓમાં વર્કપ્લેસ રેડીનેસને પોષવા પ્રત્યેના અમારા યુનિવર્સિટીના વિઝનની કટિબદ્ધતાને પણ દર્શાવે છે.’
