સુરત: શહેરના સચિન પાલી ગામથી ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે. ત્રણ બાળકોના શંકાસ્પદ મોત થતા ચકચાર મચી જવા પામ્યો છે. શુક્રવારે ત્રણેય બાળકીએ આઈસક્રીમ ખાધા બાદ તબિયત લથડતા તેઓને ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓના સારવાર દરમિયાન મોત થતા પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો. તબીબો દ્વારા હાલ ત્રણેય બાળકોના મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પાલી ગામમાં ત્રણેય બાળકીઓએ છેલ્લે આઈસક્રીમ ખાધુ હોવાનુ જાણવા મળી રહ્યું છે. જે બાદ બાળકીઓએ તાપણું પણ કર્યું હતું. જેથી આ ત્રણેય બાળકીઓના મોત આઈસક્રીણના કારણે થયા છે, તાપણાનો ધુમાડો લાગતા થયા છે કે પછી અન્ય કોઈ કારણોસર થયા છે તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પીએમ રિપોર્ટમાં તેનું ચોક્કસ કારણ સામે આવી શકે છે. મૃતક બાળકીઓ નામ દુર્ગા કુમારી મહંતો ઉ.વ.12, અમિતા મહંતો ઉ.વ. 14, અનિતા કુમારી મહંતો ઉં.વ. 8 છે. નોંધનીય વાત છે કે આ આઈસક્રીમ એક સાથે પાંચ બાળકીઓ ખાધા હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે ત્રણ બાળકીની તબીયત કેમ લથડી અને મોત પાછળનું સાચું કારણ જાણવા સુરત સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાઈ રહ્યું છે.