ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો, જાણો હવામાન વિભાગની આગાહી

અમદાવાદ: રાજ્યમાં નવેમ્બરના અંતમાં શિયાળની વધતા ઘટતા પાર સાથે ઠંડી જામી હોય તેવું લાગી રહ્યું છે. ઘણા સમય બાદ ઠંડીનું જોર નહિવત પ્રમાણમાં રહેતા પારો ત્રણ ડિગ્રી જંપ લગાવ્યો છે. જ્યારે બીજી તરફ દિવસ દરમિયાન 14 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે શહેરીજનોએ ગુલાબી ઠંડીનો અહેસાસ કર્યો હતો. વાતાવરણ ઠીડી રહેતા તાપમાનમાં પણ નોંધપાત્ર 2.2 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો.

સરકારી આકડા પ્રમાણે થોડા દિવસ રાત્રિના સમયે ઠંડીનું જોર વધતું જોવા મળ્યું હતું. જ્યારે દિવસે ઠંડીની કોઈ અસર ન વર્તાતી હોવાથી તાપમાનમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો હતો. પરંતુ છેલ્લા 24 કલાકમાં સ્થિતિ બદલાઈ છે. ઠંડીનું જોર એકદમ જ ઘટતું જોવા મળી રહ્યું છે. જેના કારણે શહેરનું લઘુતમ તાપમાન પાછલા 24 કલાકમાં સડસડાટ 2.8 ડિગ્રી ઉંચકાઈને 19.2 ડિગ્રીને આંબી ગયું હતું. છેલ્લે 20 નવેમ્બરે લઘુતમ તાપમાન 19.2 ડિગ્રી રહ્યા બાદ પ્રથમ વખત ઠંડીનો પારો 19 ડિગ્રીની ઉપર પહોંચ્યો છે. રાત્રે ઠંડી નહિવત રહ્યા બાદ આજે સવારે દી’ ઉગતાની સાથે જ ઠંડા વાયરા ફૂંકાતા રહેતા સવારથી સાંજ સુધી વાતાવરણમાં ઠંડક રહી હતી. સવારે 12 કિ.મી. બાદ બપોરે પવનની ઝડપ 14 કિ.મી. પ્રતિકલાકે પહોંચી જતાં ભાવેણાંવાસીઓએ ગુલાબી ઠંડીનો અહેસાસ કર્યો હતો. ઠંડીના પગલે મહત્તમ તાપમાન પણ ગઈકાલની તુલનામાં ૨.૨ ડિગ્રી ઘટીને 29.4 ડિગ્રીએ પહોંચી ગયું હતું. ચાલુ સપ્તાહમાં પ્રથમ વખત દિવસે ઠંડીનું પ્રમાણ અનુભવાતા તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ,રાજ્યમાં આગામી 7 દિવસ હવામાન સૂકું રહશે. તાપમાનમાં સામાન્ય ઘટાડો અને વધારો થશે પરંતુ કોઈ મોટા ફેરફારની શક્યતા હાલમાં નથી. રાજ્યમાં હાલ જેવું વાતાવરણ છે તેવું જ આગામી દિવસોમાં રહેવાની સંભાવના છે.