સૂરતઃ ગઈકાલે સૂરતના એક આર્ટ ઈન્સ્ટિટ્યૂટમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 20 જેટલા બાળકો મૃત્યુ પામ્યાં છે. ત્યારે સૂરત પોલીસ વિભાગ દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી છે. સૂરત પોલીસ કમિશનર દ્વારા આ મામલે એક પ્રેસ કોન્ફરન્સ કરીને ઘટનાક્રમમાં થયેલી તપાસ અંગે જાણકારી આપવામાં આવી હતી.
સુરતના પોલીસ કમિશ્નર સતીશ શર્માએ એક પત્રકાર પરિષદનું આયોજન કરીને જણાવ્યું હતું કે, ‘આ દુર્ઘટના ગતરોજ તારીખ 24મે, 2019ના રોજ આશરે બપોરે 3.30 કલાકે સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા બિલ્ડીંગ ખાતે ઘટી હતી. આ ઘટનામાં 20 લોકોના અત્યાર સુધીમાં મૃત્યુ થયા છે અને 20 ઈજાગ્રસ્ત લોકો સારવાર હેઠળ છે. જરૂરી બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ, ગત મોડી રાત્રે આ મામલે આઈપીસીની ધારા-304, 308 અને 108 અંતર્ગત સરથાણા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ ઘટનાક્રમમાં ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. જે પૈકી બે : હરસુલ વેકરીયા અને જીગ્નેશ પાડઘાર આ તક્ષશિલા બિલ્ડિંગના માલિકો છે, આ ઘટનામાં મુખ્ય આરોપી ભાર્ગવ ભૂટાની આ કલાસિસનો માલિક છે જેની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય બે આરોપીઓ ફરાર છે.
આ ઘટના ખુબજ દુ:ખર્દ ઘટના છે, અન તેને ધ્યાનમાં રાખીને રાજ્યના તમામ ટ્યૂશન ક્લાસીસ પર પ્રતિંબધ મુકવામાં આવ્યો છે. ત્યારે આ તમામ ક્લાસીસોની ફાયર સેફ્ટી બાબાતે ચકાસણી કરવામાં આવ્યા બાદ કલાસીસ શરૂ કરવા દેવામાં આવશે. પ્રતિબંધમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે, જેમાં આ ટ્યુશન ક્લાસીસના માલીકોને ફાયર ડિપાર્ટમેન્ટમાંથી એનઓસી સર્ટીફિકેટ મેળવ્યયા બાદ તેની એક નકલ ક્લાસીસના દરવાજા પર લગ્વાય બાદ શરૂ કરી શકશે. અને જેમની પાસે ફાયર સેફ્ટીના સર્ટિફિકેટ છે તેઓ ક્લાસીસના દરવાજા પર સર્ટીફિકેટ લગાવી ક્લાસ શરૂ કરી શકે છે. આ ઘટનામાં પોલીસ જે લોકોના પ્રિયજનો હોમાયા છે તેમની સાથે સંવેદના રાખે છે અને બધાને ખાતરી આપીએ છે કે, જે જવાબદાર લોકો છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.