સૂરતઃ દુષ્કર્મી આસારામના પુત્ર નારાયણ સાંઈ પણ દુષ્કર્મ કેસમાં દોષિત સાબિત થઈ ગયો છે. 26 એપ્રિલે આવેલા આ ચૂકાદામાં સજાનું એલાન આજે એટલે કે 30 એપ્રિલ કરવામાં આવ્યું છે. સૂરત સેશન્સ કોર્ટે સજા સંભળાવી છે જેમાં નારાયણ સાંઈને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે સાથે એક લાખ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. કલમ 377 હેઠળ આ સજા ફરમાવવામાં આવી છે. દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજા પણ જાહેર કરવામાં આવી છે.
સાથે સહઆરોપીઓ ગંગા-જમનાને 10-10 વર્ષની સજા ફ અને 5 હજાર રુપિયા દંડ ફટકારાયો છે.ટકારવામાં આવી છે. એડિશનલ સેશન્સ જજ પી એસ ગઢવીએ આ ચૂકાદો સંભળાવ્યો હતો. ડ્રાયવર રમેશ મલ્હોત્રાને 6 માસની સજા જાહેર કરવામાં આવી છે.જ્યારે હનુમાન ઊર્ફે કૌશલને 10 વર્ષની સજા સંભળાવાઈ છે. પીડિતાને પણ પાંચ લાખનું વળતર જાહેર કરવામાં આવ્યું છે.
સૂરત સેશન્સ કોર્ટે આ મામલામાં નારાયણ સાંઈને આજીવન કેદની સજા ફટકારી છે તેમ જ તેની સાથેના અન્ય ચાર દોષિતોને પણ સજાનું એલાન કરવામાં આવ્યું છે. નારાયણ સાંઈ કેસમાં સજાના એલાને પગલે સવારથી જ સૂરત કોર્ટમાં સુરક્ષા ચાકચોબંધ કરવામાં આવી હતી. નારાયણ સાંઈના સમર્થકોના હિંસા ફેલાવવાની શક્યતાને પગલે તમામ પગલાં ભરવામાં આવ્યાં હતાં.
આપને જણાવીએ કે સૂરતમાં રહેતી પીડિત બહેનોના બયાન અને પુરાવાના આધારે નારાયણ સાંઈ અને આસારામ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. નારાયણ સાંઈને જે કેસમાં સજાનું એલાન થયું તે કેસ 11 વર્ષ જૂનો કેસ છે જેમાં પીડિતાએ પોતાના નિવેદનમાં નારાયણ સાંઈના વિરુદ્ધ નક્કર પુરાવા આપતાં દરેક લોકેશનની ઓળખ કરી હતી. જ્યારે મોટી બહેને આસારામ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. તે કેસ હાલમાં પણ ગાંધીનગર કોર્ટમાં ચાલી રહ્યો ચે.
નારાયણ સાંઈ વિરુદ્ધમાં કોર્ટમાં હજુ સુધીમાં 53 સાક્ષી નિવેદન નોંધાવી ચૂક્યાં છે જેમાં કેટલાક મહત્ત્વના સાક્ષીઓ છે. જેમણે નારાયણ સાંઈને પીડિતાને શિકાર બનાવતાં દેખ્યો હતો અને તે કૃત્યમાં આરોપીઓને મદદ કરી હતી જોકે તેઓ બાદમાં તેઓ સાક્ષી બની ગયાં હતાં.
નારાયણ સાંઈ કેસ દાખલ થયાં બાદ ફરાર થઈ ગયો હતો જેને પકડવા પોલિસે 58 ટીમ બનાવી હતી. જેને લઇને 2013ના ડીસેમ્બરમાં નારાયણ સાંઈને હરિયાણા-દિલ્હીની સીમા પાસે ઝડપી લેવામાં સફળતા મળી હતી.
નારાયણસાંઈ પર જેલમાં રહી કેસને રફેદફે કરવા પોલિસ કર્મચારીને 13 કરોડ રુપિયાની લાંચ આપવાનો આરોપ પણ લાગ્યો હતો. જેમાં તેને જામીન મળ્યાં હતાં. જોકે દુષ્કર્મનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો તેથી તે બહાર આવી શકે તેમ ન હતો.