ભારતીય શેરબજારની સળંગ ત્રણ દિવસની તેજીને આજે વિરામ લાગ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી 50એ આજે સર્વોચ્ચ ટોચ નોંધાવ્યા બાદ પ્રોફિટ બુકિંગ વધતાં ઘટાડે બંધ રહ્યા હતા. રોકાણકારોની મૂડી આજે 1.67 લાખ કરોડ વધી છે.
સોના-ચાંદીની ચમકમાં ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં ભાવ 23161 ડૉલરની આસપાસ કારોબાર કરી રહ્યા છે. તો સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં ફ્લેટ કામકાજ જોવા મળ્યું. જ્યારે ચાંદી પણ મામૂલી તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે USના મજબૂત રોજગાર આંકડાઓના કારણે સોનાની કિંમતો પર દબાણ બન્યું. તો ક્રૂડ ઓઈલમાં ત્રણ સપ્તાહની નરમાશ બાદ સ્થિર કારોબાર રહ્યો, જ્યાં બ્રેન્ટના ભાવ 80 ડૉલરની પાસે પહોંચ્યા તો, તો nymex ક્રૂડમાં 75 ડૉલરની આસપાસ કારોબાર જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે ક્રૂડની કિંમતોને USમાં વ્યાજ દર ઘટવાની આશાએ સપોર્ટ મળતો દેખાયો.
મેટલ્સનીમાં પણ વેચવાલી સાથેનો કારોબાર જોવા મળ્યો. જ્યાં શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં મોટાભાગની મેટલ્સમાં નરમાશ રહી. ઝિકમાં સૌથી વધુ વેચવાલી રહી. આ સાથે જ વૈશ્વિક બજારમાં કોપરના ભાવ ઘટીને 1 મહિનાના નીચલા સ્તરની પાસે પહોંચ્યા, માગ ઘટવાના કારણે અને ડૉલર ઇન્ડેક્સમાં નરમાશથી મેટલ્સની કિંમતો પર અસર જોવા મળી.