દિવાળીના દિવસોમાં શ્રી શ્રી રવિશંકર ગુજરાતમાં

આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર  દિવાળી ઉત્સવ નિમિત્તે ૧૦ નવેમ્બર- ૧૪ નવેમ્બર દરમ્યાન ગુજરાત આવી રહ્યાં છે.

શ્રી શ્રી રવિશંકર  સમગ્ર વિશ્વમાં શાંતિ, ઐક્ય તથા વિવિધ માનવીય મૂલ્યો નાં પુનરુત્થાન માટે અવિરત પ્રયાસ કરી રહ્યા છે, તેમના વસુધૈવ કુટુમ્બકમ ના અભિગમ ને અનુલક્ષીને, સમાજ ના વિવિધ વર્ગો સાથે પરિષદ અને સંવાદ, તથા વિવિધ વૈદિક પૂજા, યજ્ઞ અને સત્સંગ નું શ્રી શ્રી ગુજરાત આશ્રમ -વાસદ આશ્રમ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

ગુરુકુળ-ઉદ્ઘાટનઃ ગુજરાત આશ્રમ-વાસદ ખાતે પણ ગુરુકુળનું સંચાલન થઈ રહ્યું છે, તેનું વિધિવત ઉદ્ઘાટન ૪:૩૦ સાંજે થશે.

ડીગ્નીટરી મીટઃ સમાજનાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ ( દક્ષિણ ગુજરાત) સાથે શ્રી શ્રી રવિશંકર   વાર્તાલાપ કરશે.

ધન્વંતરિ હોમ અને સત્સંગઃ ધનતેરસ ના શુભ દિવસે શ્રી શ્રી રવિશંકરની  ઉપસ્થિતિમાં ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા વિધિપૂર્વક ધન્વંતરિ હોમ કરવામાં આવશે.

ફાર્મર્સ મીટ(૧૧/૧૧/૨૦૨૩) : ગુજરાત રાજ્યના ખેડૂતો સાથે, સવારે ૧૦ વાગે. યોજાનાર પરિષદમાં શ્રી શ્રી રવિશંકર  સંવાદ કરશે. અને આસપાસના ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લેશે.

જ્ઞાન-ગંગાઃ આ કાર્યક્રમમાં સાંજે ૩:૩૦ કલાકે શ્રી શ્રી રવિશંકર સાધકોના જીવન અને અધ્યાત્મ સંબંધિત વિવિધ પ્રશ્નોના ઉત્તર આપશે.

ગુજરાત ક્રિએટર્સ મીટઃ શ્રી શ્રી રવિશંકર  ગુજરાત યાત્રા દરમિયાન રાજ્યના કલાકારો અને સર્જકો સાથે, સાંજે ૫:૦૦ વાગ્યે સંવાદ કરશે અને આશીર્વચન કહેશે.

સત્સંગ: ચતુર્દશીની સંધ્યાએ ભજન-કીર્તન-ધ્યાન-જ્ઞાન સાથે, શ્રી શ્રી રવિશંકરની ઉપસ્થિતિમાં સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે.

સંત-પરિષદ(૧૨/૧૧/૨૦૨૩) : દિપાવલીનાં શુભ દિવસે સવારે ૧૦:૦૦ કલાકે શ્રી શ્રી રવિશંકરની ઉપસ્થિતિમાં ગુજરાતના આદરણીય સંતો સાથે સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાર પછી ઉત્તર ગુજરાતના અગ્રણીઓ સાથે બેઠક નું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી મહાલક્ષ્મી હોમ અને સત્સંગઃ દિપાવલીની પાવન સંધ્યાએ શ્રી શ્રી રવિશંકરની ઉપસ્થિતિમાં વિધિપૂર્વક શ્રી મહાલક્ષ્મી હોમ કરવામાં આવશે.

૧૩/૧૧/૨૦૨૩ :  શ્રી શ્રી રવિશંકર સૌરાષ્ટ્ર-કચ્છ ના અગ્રણીઓ સાથે સંવાદ કરશે, તથા આર્ટ ઓફ લિવિંગ-ગુજરાત ના પ્રશિક્ષકોને મળશે.

શ્રી મહા ગણપતિ હોમ (૧૪/૧૧/૨૦૨૩): નૂતન વર્ષનો શુભારંભ શ્રી શ્રી રવિશંકરની ઉપસ્થિતિમાં શ્રી મહા ગણપતિ હોમ દ્વારા થશે. ત્યાર પછી મધ્ય ગુજરાતના અગ્રણીઓ સાથે વિચાર-વિમર્શનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની સાથે શ્રી શ્રી રવિશંકરની ગુજરાત યાત્રા સંપન્ન થશે.