રાજ્યમાં રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર સફાડું જાગ્યું છે. અને તપાસની ધમધમાટ ચલાવી છે. ત્યારે હાલ ઉનાળું વેકેશન પૂર્ણ થયું છે, અને નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે. નવા સત્રની શરૂઆત થતાની સાથે જ સ્કૂલ વર્ધી એશોસિયન દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાલનું એલાન કરવામાં આવ્યું છે.
આજથી ગુજરાતભરમાં સ્કૂલ રિક્ષા ચાલકો તેમજ સ્કૂલવાન ચાલકો અચોક્કસ મુદ્દતની હડતાળ ઉતરી ગયા છે. તંત્ર, આરટીઓ તેમજ ટ્રાફિક પોલીસની કામગીરીના વિરોધમાં સ્કૂલવર્ધી ચાલકો હડતાળ પર ઉતર્યા છે. સ્કૂલ વર્ધી ચાલકોના હડતાલ પર ઉતરવાથી હજારો વિદ્યાર્થીઓના વાલી મુશ્કેલીમાં મુકાયા છે.
રાજ્યના 80 હજાર કરતા પણ વધારે સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષા ચાલકો હડતાળ પર ઉતરી ગયા છે. ત્યારે આ હડતાળને લઈને વાલીઓનો હાલાકી ભોગવવી પડી રહી છે. હડતાળને પગલે પોતાના બાળકોને જાતે જ સ્કૂલમાં મૂકવા જવુ પડી રહ્યું છે. રિક્ષા-સ્કૂલવાન ચાલકોએ કાયદેસરની પરમીટ ન મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી છે. જ્યારે અમદાવાજ શહેરની વાત થાય તો, શહેરમાં લગભગ 15000 કરતા વધું સ્કૂલ વાન અને રીક્ષા ચાલકો છે. જેમાંથી તંત્ર લગભગ 800 લોકોને જ પરમીશન આપી છે. સ્કૂલ વર્ધી એશોસિયન દ્વારા આરોપ કરવામાં આવ્યો છે. કે પાછલા એક વર્ષથી રજૂઆત કરવા છતાં પાસિંગ પ્રક્રિયા નથી કરાઈ. જેના પરીણામે આજ થી તમામ સ્કૂલ વર્ધી ચાલકો અચોક્કસ મુદ્દત સુધી હડતાલ પર ઉતર્યા છે.