ગુજરાતમાં આજથી બાળકોના શાળા પ્રવેશોત્સવ શરૂ થયો છે. આ વર્ષે ગુજરાતમાં 21મો શાળા પ્રવેશોત્સવ અને કન્યા-કેળવણી મહોત્સવ યોજાયો છે. જેમાં રાજ્યભરમાં 26 જૂનથી 28 જૂન દરમિયાન ત્રિદિવસીય પ્રવેશોત્સવમાં અંદાજે 32.33 લાખ બાળકોનો શાળા પ્રવેશોત્સવ થશે. ગુજરાતના ડાંગ જિલ્લામાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્રારા શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. CM બિલીઆંબા પ્રાથમિક શાળામાં રહ્યા હાજર હતા અને બાળકોનો શાળામાં કરાવ્યો પ્રવેશ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડાંગ જિલ્લાની બિલીઆંબા પ્રાથમિક શાળામાં બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો. ડાંગ જિલ્લાના એસ્પિરેશનલ બ્લોક સુબીર તાલુકાના અંતરીયાળ સરહદી વિસ્તારની બિલીઆંબા પ્રાથમિક શાળા ખાતે,મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આંગણવાડી અને પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવનાર નવાગંતુક બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો. મુખ્યમંત્રીના આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ પ્રસંગે ડાંગ ધારાસભ્ય તથા વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજય પટેલ તેમજ સ્થાનિક વહિવટી તંત્રના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
ગુજરાતમાં કન્યા કેળવણી દ્વારા દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવંતુ કરવા કેન્દ્ર સરકાર દ્વારા પાછલા બે દાયકાથી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આજથી 21 મા શાળા પ્રવેશોત્સવ કન્યા-કેળવણી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યમાં 26 જૂનથી 28 જૂન દરમિયાન રાજ્યભરમાં 21 મા શાળા પ્રવેશોત્સવ કન્યા-કેળવણી મહોત્સવ યોજાશે. ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણ’ના વિષય સાથે યોજાનારા આ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત CM ભૂપેન્દ્ર પટેલ 26 જૂનના રોજ વનવાસી ડાંગ જિલ્લાના સરહદી ગામ બીલીઆંબાની શાળામાં બાળકોનું શાળા નામાંકન કરાવ્યું.